<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

રાજકોટ જીલ્લાના પ્રભારી સચિવ રાહુલ ગુપ્‍તા રાજકોટમાં: અનેક મુદાઓ અંગે રિવ્‍યુ બેઠક

 

રાજકોટ, તા.૧૨: રાજકોટ જીલ્લા પ્રભારી સચિવ રાહુલ ગુપ્‍તા   આજે રાજકોટ આવ્‍યા હતા. તેમણે કલેક્‍ટર કચેરી ખાતે તમામ મામલતદાર તેમજ પ્રાંત અધિકારીઓ સાથે બેઠક યોજિ જિલ્લાની સ્‍થિતિ અંગે તાગ મેળવ્‍યો હતો.

 પ્રભારી સચિવ રાહુલ ગુપ્‍તાએ રાજકોટ જિલ્લામાં આરોગ્‍ય તેમજ ટીબી ઝુંબેશ અને સરકારી યોજનાઓ અંગે તમામ પોષણક્ષમ બાબતો અંગે  રીવ્‍યુ બેઠક યોજી હતી તેમજ આગામી કાર્યક્રમો અંગે માહિતી આપી હતી.

આ ઉપરાંત આ ગુપ્‍તાએ  એસઆઇઆરની કામગીરી મુદ્દે પણ કલેકટર સાથે ચર્ચા કરી હતી અને આગામી સમયમાં કેવી રીતે કામગીરી કરવી તે અંગે સૂચનાઓ પણ પ્રાંત અધિકારીઓ ને આપવામાં આવી હતી.

(4:13 PM IST)