તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 13th December 2025
મોરબીમાં ઘરનું પાણી ઢોળાવા મામલે પ્રવિણભાઇ પર પડોશીનો હુમલો
ભાવેશભાઇ અને પુત્ર અજયએ માર મારી તલવાર ઝીંકીઃ સારવાર માટે રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૧૩: મોરબીમાં શોભેશ્વર રોડ પર મફતીયા પરામાં રહેતાં પ્રવિણભાઇ બળદેવભાઇ સોલંકી (ઉ.વ.૩૫)ને તે સાંજે ઘરે હતો ત્યારે પાડોશમાં જ રહેતાં ભાવેશભાઇ અને તેના પિતા અજયએ સાથે મળી ઢીકાપાટુનો માર મારી તલવારથી હુમલો કરી હાથમાં ઇજા પહોંચાડતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
પ્રવિણભાઇના કહેવા મુજબ તે કપડાનો ધંધો કરે છે. તેની બાજુમાં ભાડેથી ભાવેશભાઇ અને અજય રહે છે. ઘરનુ઼ પાણી પાડોશીના ઘર તરફ જતું હોઇ આ બાબતે ઝઘડો થતાં તેના પર તલવારથી હુમલો કરી મારકુટ કરવામાં આવી હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી બી-ડિવીઝનમાં જાણ કરતાં તપાસ શરૂ થઇ છે.
(11:49 AM IST)










