<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th December 2025

સંતકબીર રોડ ધરારનગર માર્કેટમાં કપડા વેંચવા બેઠેલા જગદીશભાઇ પર ધોકાવાળી

પોતાની જગ્‍યાએ સફાઇ કરતાં હોઇ બાજુમાં કટલેરી વેંચતા બિહારી શખ્‍સોએ ધુળ ઉડવા મામલે ડખ્‍ખો કરી હુમલો કર્યો

રાજકોટ તા. ૧૩: સંત કબીર રોડ પર ભગીરથ સોસાયટીમાં રહેતાં અને ઘર નજીક ધરારનગર માર્કેટમાં કપડા વેંચી ગુજરાન ચલાવતાં જગદીશભાઇ મુળાભાઇ આશરા (ઉ.વ.૪૦) નામના યુવાનને તે ધરારનગર માર્કેટમાં પોતાની જગ્‍યાએ હતો ત્‍યારે બાજુમાં કટલેરીનો થડો રાખી ધંધો કરતાં પરપ્રાંતિય શખ્‍સોએ ઝઘડો કરી ધોકા-પાઇપથી માર મારતાં સારવાર માટે દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી. જગદીશભાઇના કહેવા મુજબ હું મારા કપડાના થડા પાસે સફાઇ કરતો હતો ત્‍યારે બાજુમાં બેસતાં બિહારના કટલરેીના થડાવાળાએ અમારા સામાનમાં ધુળ ઉડે છે તેમ કહી ઝઘડો કરી હુમલો કર્યો હતો.

(2:11 PM IST)