<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th December 2025

આજીડેમ પાસે બનશે ૨૭.૫૩ કરોડના ખર્ચે ફાયર સ્‍ટેશન

રાજકોટ, શહેરના લગભગ મોટાભાગના વિસ્‍તારોમાં નવા ફાયર સ્‍ટેશનો તૈયાર થવા લાગ્‍યા છે. તેવી જ રીતે શહેરનો વ્‍યાપ વધતા છેવાળાના વિસ્‍તારોમાં પણ ફાયર સ્‍ટેશનની માંગ અને જરૂરીયાત ઉભી થતા વધુ એક ફાયર સ્‍ટેશન બનાવવા માટે કોર્પોરેશનને ટેન્‍ડર પ્રક્રિયા હાથ ધરી છે. જે મુજબ વોર્ડ નં. ૧૫માં આજીડેમ ટ્રાફિક પોલીસ સ્‍ટેશનની બાજુમાં આવેલ ખાલી પ્‍લોટ ઉપર રૂા.૨૭.૫૩ કરોડના ખર્ચ આધુનિક ફાયર સ્‍ટેશન બનાવવામાં આવશે. જેના લીધે આ વિસ્‍તારના તેમજ આજી જીઆઇડીસીના ઉદ્યોગોને ઝડપી સહાય ઉપલબ્‍ધ થશે. 

(3:39 PM IST)