News of Saturday, 13th December 2025
સ્કંદ લાઇફ કેર હોસ્પિટલમાં સારવારમાં બે ડોક્ટરની બેદકારીથી એન્જિનીયર યુવાનનું મોતઃ ગુનો દાખલ
મોરબી રોડ સેટેલાઇટ સોસાયટીમાં રહેતાં ૨૮ વર્ષિય જય રેણપરા માતા-પિતાનો એકનો એક દિકરો હતોઃ તેનું ડેન્ગ્યુની સારવાર દરમિયાન ત્રણ મહિના પહેલા મૃત્યુ થયું હતું: સિવિલ હોસ્પિટલના અભિપ્રાય બાદ ફરિયાદ દાખલ કરી બી-ડિવીઝન પોલીસે તપાસ શરૂ કરી : કુવાડવા રોડ પરની હોસ્પિટલના ડો. હાર્દિક સંઘાણી અને અન્ય તબિબ જીજ્ઞેશ પટેલ વિરૂધ્ધ બી-ડિવીઝન પોલીસમાં મૃતક જય રેણપરાના માતા ચાંદનીબેનની ફરિયાદ પરથી કાર્યવાહીઃ પરિવારે કહ્યું-અહિ સારુ થાય તેમ ન હોય તો અમે બીજે લઇ જઇએ ત્યારે ડોક્ટરે જવા ન દીધાઃ એક વાર તબીયત ખુબ બગડી તો ડોક્ટર નહોતાં, તેના પત્નિ જે સ્કીનના ડોક્ટર છે તેણે સારવાર કરીઃ પછી બીજા તબિબ જીજ્ઞેશ પટેલને બોલાવ્યા, તેણે પણ તબિયત ખરાબ હોવા છતાં હું બધુ હેન્ડલ કરી લઇશ તેવું કહ્યું: બાદમાં બારોબાર અન્ય હોસ્પિટલમાં લઇ ગયા અને ત્યાં સારવારમાં દમ તોડી દીધો

તસ્વીરમાં જ્યાં જય રેણપરાને દાખલ કરાયો હતો તે હોસ્પિટલ અને જયનો ફાઇલ ફોટો જોઇ શકાય છે
રાજકોટ તા. ૧૩: શહેરના કુવાડવા રોડ પર આવેલી સ્કંદ લાઇફ કેર હોસ્પિટલના બે ડોક્ટરો, ડૉ. હાર્દિક સંધાણી અને ડૉ. જીજ્ઞેશ પટેલ વિરૂધ્ધ સારવારમાં બેદરકારને લીધે ૨૮ વર્ષીય એન્જિનીયર યુવાનના મળત્યુ અંગે ગંભીર ફરિયાદ નોંધાઈ છે. ડેન્ગ્યુની સારવાર માટે દાખલ થયેલા એન્જિનિયર યુવક જય સુભાષભાઈ રેણપરાના મળત્યુ બાદ તેમની માતા ચાંદનીબેન રેણપરાએ પોલીસ કમિશનરને અરજી કરી હતી. એ દરમિયાન સિવિલ હોસ્પિટલ તરફથી પણ અભિપ્રાય આવતાં તેના આધારે હવે બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં વિગતવાર ફરિયાદ નોંધવામાં આવી છે.
આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે મૃત્યુ પામનાર યુવાન સેટેલાઇટ ચોક શેરી નં. ૧ પેડક રોડ ખાતે રહેતાં જય સુભાષભાઇ રેણપરા (ઉ.વ.૨૮)ના માતા ચાંદનીબેન સુભાષભાઇ રેણપરા (ઉ.વ.૪૯)ની ફરિયાદ પરથી કુવાડવા રોડ પર આવેલી સ્કંદલાઇફ કેર હોસ્પિટલના ડોક્ટર હાર્દિક સંઘાણી અને ડો. જીજ્ઞેશ પટેલ વિરૂધ્ધ સારવારમાં ગંભીર બેદરકારી રાખી જયનું મૃત્યુ નીપજાવવાનો ગુનો નોંધતા તબિબી આલમમાં ચકચાર જાગી છે.
ચાંદનીબેન રેણપરાએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું મારા પરીવાર સાથે રહુ છું અને ઘરકામ કર ુ છુ.મારા પતિ સુભાષભાઈને રણછોડ આશ્રમ રોડ ઉપર ગાયત્રી ઓટો નામે ઓટો પાર્ટની દુકાન આવેલ છે જે હું ચલા વુ છું. મારે સંતાનમાં એક દિકરો જય (ઉ.વ.૨૮) હતો તથા દિકરી લેન્સી છે, મા રા દિકરા જયનાં પત્નીનુ નામ પુજાબેન છે. મારા દિકરા જયને સંતાનમાં એક દિકરો નિવ જે ૪ મહિનાનો છે. જય ઇલેકટ્રીકલ એન્જીનિયર હતો અને ે ફોરવ્હીલ લે વેચનો ધંધો કરતો હતો. અમારા ઘરમાં કોઇને મેજર બીમારી નથી.
ગઇ તા.૧૮/૦૯/૨૦૨૪ના ર ોજ મારા દિકરાને તાવ આવતો હોઇ માથુ દુઃખતું હોઇ ફેમીલી ડોક્ટર પાસે દવા લીધી હતી અને લોહીના રિપોર્ટ કરાવ્યા બાદ ડેન્ગ્યુની અસર જણાતાં તેને અમે કુવાડવા રોડ ડી માર્ટ નજીક આવેલી સ્કંદ લાઇફ કેર હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. ફરિયાદ મુજબ એ જ દિવસે રાત્રે જયના પ્લેટલેટ્સ ઘટીને ૧૫,૦૦૦ થયા હતા, પરંતુ હોસ્પિટલમાં ડોક્ટરની ગેરહાજરી જણાવાઈ હતી. ૨૦ સપ્ટેમ્બરના રોજ સવારે પ્લેટલેટ્સ વધુ ઘટીને ૧૧,૦૦૦ થયા હોવા છતાં ડો. સંધાણીએ તબિયત સુધારા પર હોવાનું જણાવ્યું હતું. જો કે એ પછી બપોરે અચાનક જયની તબિયત ગંભીર રીતે બગડી અને તેને અસહ્ય નબળાઈ આવી, ત્યારે પણ ડો. હાર્દિક સંધાણી હોસ્પિટલમાં હાજર નહોતા.
મળતક યુવકના માતા ચાંદનીબેનનો આક્ષેપ છે કે, જયની સ્થિતિ ગંભીર બન્યા પછી ડો. સંધાણીના પત્નિ જે પોતે સ્કિનના ડોક્ટર છે, તે તપાસ માટે આવ્યા અને ઇન્જેક્શન આપી સારું થઈ જશે તેમ જણાવ્યું હતું. જયના હાથ-પગ ઠંડા પડવા લાગતા તેને તાત્કાલિક ત્ઘ્શ્માં દાખલ કરાયો અને ડૉ. સંધાણીના પત્નિએ જ સારવાર ચાલુ કરી હતી. થોડા સમય પછી ડૉ. હાર્દિક સંધાણી આવ્યા અને જયનું બીપી વધી ગયું હતું, હવે કંટ્રોલમાં છે તેમ જણાવ્યું હતું. ગંભીર સ્થિતિને જોતા પરિવારે અન્ય હોસ્પિટલમાં રિફર કરવાની વાત કરી ત્યારે ડૉ. સંધાણીએ તેમને રોકયા અને જણાવ્યું કે હવે વૉકહાર્ટ હોસ્પિટલના ડૉ. જીજ્ઞેશ પટેલ સારવાર સંભાળશે.
ત્યારબાદ સાંજે ૬ વાગ્યે ડૉ. જીજ્ઞેશ પટેલે જયની સારવાર શરૂ કરી. તે સમયે પ્લેટલેટ્સ ૨૮,૦૦૦ હતા. ડૉ. પટેલે તબિયત ક્રિટીકલ હોવા છતાં બધું સંભાળી લેશે તેવીી ખાતરી આપી હતી. પરિવારના સગા પ્રિયંકાબેન જે પોતે એમબીબીએસ ડૉક્ટર છે, તેમણે પણ મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલમાં રિફર કરવાની સલાહ આપી, પરંતુ ડૉ. જીજ્ઞેશ પટેલે ત્યારે પણ એવુ કહેલું કે તમે કોઈ પણ હોસ્પિટલમાં જાઓ, અમે આપીએ એ જ સારવાર આપવામાં આવશે. અને તેમને કયાંય જવાની જરૂર નથી. જોકે, થોડીવાર બાદ ડૉ. પટેલ પણ હોસ્પિટલમાંથી જતા રહ્યા. સાંજે સાડા સાતેક વાગ્યે જયની તબિયત ફરી બગડી જતાં તેને આઇસીયુમાં લઇ જવાયો હતો. જ્યાં તે તડફડિયા મારતો હતો અને તે સમયે માત્ર બે નર્સ હાજર હતા, કોઈ ડોક્ટર નહોતા. રાત્રે સવા આઠેક વાગ્યે ડૉ. જીજ્ઞેશ પટેલ પાછા આવ્યા અને સારવાર શરૂ કરી, પરંતુ રાત્રે ૯ વાગ્યે જયને વૉકહાર્ટ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો. જ્યાં અડધા કલાકની સારવાર બાદ જય રેણપરાને મળત જાહેર કરાયો હતો.
ફરિયાદી ચાંદનીબેનનો મુખ્ય આક્ષેપ છે કે સ્કંદ લાઇફ કેર હોસ્પિટલે મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ હોવા છતાં ડૉ. સંધાણીએ અધવચ્ચે સારવાર છોડી દીધી, સ્કિન ડૉક્ટર એવા તેમના પત્નિએ સારવાર આપી અનેડો. જીજ્ઞેશ પટેલે પણ ક્રિટીકલ સ્થિતિ હોવા છતાં અન્ય હોસ્પિટલમાં રિફર ન થવા દઈ બેદરકારી દાખવી હતી, જે યુવકના મળત્યુનું કારણ બની. આ ફરિયાદના આધારે પી.ડી.યુ. રાજકોટના તબીબી અધિક્ષકે પણ ડૉક્ટરની બેદરકારીને કારણે મળત્યુ થયું હોવાનું પ્રાથમિક તારણ આપ્યું છે. ડિવિઝનલ પોલીસે હવે ડો. હાર્દિક સંધાણી અને સારવારમાં જોડાયેલા ડૉક્ટરો વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો છે. પીઆઇ એસ. એસ. રાણે, હીરાભાઇ રબારી સહિતે વધુ તપાસ હાથ ધરી છે
(3:30 PM IST)










