<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th December 2025

વાવડીમાં ગ્‍લોબલ ટેક્ષચર પેઇન્‍ટસના નામે ઉત્‍પાદન અને વેંચાણઃ ફેક્‍ટરી સંચાલક મહિલા વિરૂધ્‍ધ ગુનો

કંપનીના અમદાવાદ સ્‍થિત ઓથોરાઇઝ વિશાલસિંહ જાડેજાની તાલુકા પોલીસમાં કોપીરાઇટ ભંગ હેઠળ ફરિયાદઃ ફેક્‍ટરીમાંથી રૂા. ૨.૮૧ લાખનો મુદ્દામાલ કબ્‍જ કરાયો

 રાજકોટ તા. ૧૩: વાવડી ઇન્‍ડસ્‍ટ્રીયલ એરીયામાં ગ્‍લોબલ કેમિકલ એન્‍ડ મિનરલ્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ કંપનીના કોપીરાઇટનો ભંગ કરીને અનઅધિકળત રીતે ગ્‍લોબટેક્ષ ટેક્ષચર પેઇન્‍ટ્‍સનું ઉત્‍પાદન અને વેચાણ કરી રહેલી  ફેક્‍ટરી પર પોલીસે દરોડો પાડી રૂ. ૨,૮૧,૦૭૦ની કિંમતનો તૈયાર માલ અને ખાલી બેગ્‍સ મળીને કુલ મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ફેક્‍ટરીનું સંચાલન મહિલા કરતાં હોઇ તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે.

આ બનાવમાં તાલુકા પોલીસે અમદાવાદ જુના રેલ્‍વે ક્રોસીંગ પાસે મણીનગર પુર્વમાં રહેતાં અને ગ્‍લોબલ કેમીકલ એન્‍ડ મીનરલ્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ કંપનીમાં ઓથોરાઇઝ પર્સન તરીકે નોકરી કરતાં વિશાલસિંહ હીરાસિંહ જાડેજા (ઉ.વ.૪૬)ની ફરિયાદ પરથી અમીન માર્ગ પર ગુ.હા. બોર્ડ સોસાયટી શેરી નં. ૬માં જલારામ કૃપા ખાતે રહેતાં અલ્‍પાબેન પ્રકાશભાઇ ઇશ્વરભાઇ ચાંગેલા વિરૂધ્‍ધ કોપીરાઇટ એક્‍ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્‍યો છે.

ફરિયાદી વિશાલસિંહ જાડેજાને બાતમી મળી હતી કે રાજકોટના વાવડી સર્વે નંબર-૧૪૯, પ્‍લોટ નં. ૨-૧૧, ક્રિમિસા સ્‍ટીલની સામે, વાવડી ઇન્‍ડસ્‍ટ્રીઝ એરિયા ખાતે આવેલ તીરૂપતિ બિલ્‍ડ કેમ નામની ફેક્‍ટરીમાં તેમની કંપનીના રજીસ્‍ટર્ડ કોપીરાઇટ જેવી જ આબેહૂબ ડિઝાઇનવાળી પ્‍લાસ્‍ટિકની બેગ્‍સમાં ઁગ્‍લોબટેક્ષ ટેક્ષચર પેઇન્‍ટ્‍સનું ઉત્‍પાદન કરી વેચાણ કરવામાં આવી રહ્યું છે જે કોપીરાઇટ એક્‍ટનો ભંગ છે. આ બાતમીના આધારે, વિશાલસિંહ જાડેજાએ રાજકોટ તાલુકા પોલીસ સ્‍ટેશનમાં જાણ કરતાં વિશાલસિંહ તેમજ તાલુકા પોલીસ સબ ઇન્‍સ્‍પેક્‍ટર બી.આર. ભરવાડ, હેડકોનસ. અજયભાઈ ભુંડીયા, મયુરસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા સહિતના સ્‍ટાફે  સાથે વાવડીમાં તીરૂપતિ બિલ્‍ડ કેમની ફેક્‍ટરી પર દરોડો પાડયો હતો.

દરોડા દરમિયાન ફેક્‍ટરીમાં હાજર પ્રકાશભાઇ ઇશ્વરભાઇ ચાંગેલા (ઉ.વ. ૫૩, રહે. રાજકોટર્)ંએ કારખાનાના માલિક તરીકે તેમના પત્‍નિ અલ્‍પાબેન  પ્રકાશભાઇ ઇશ્વરભાઇ ચાંગેલા હોવાનું જણાવ્‍યું હતું. પ્રકાશભાઈએ ગ્‍લોબટેક્ષ ટેક્ષચર પેઇન્‍ટ્‍સના લોગો અને પેકિંગ માટે કોપીરાઇટ રજીસ્‍ટ્રેશન અંગે પૂછપરછ કરતાં તેમની પાસે અધિકળત હક્કો ન હોવાનું જણાવ્‍યું હતું.

પોલીસે ફેક્‍ટરીમાં તપાસ કરતાં કોપીરાઇટ ભંગ થયો હોય તેવો મુદ્દામાલ મળી આવ્‍યો હતો. જેમાંગ્‍લોબટેક્ષ ટેક્ષચર પેઇન્‍ટ્‍સ ભરેલ પ્‍લાસ્‍ટિક બેગ તેમજ ગ્‍લોબટેક્ષ ટેક્ષચર પેઇન્‍ટ્‍સ એક્‍સટીરીયર એન્‍ડ ઇન્‍ટીરીયર લખેલ ૨૫ કિલોગ્રામ વજનની ભરેલી પ્‍લાસ્‍ટિક બેગ્‍સના કુલ ૧૩૯ નંગ મળી આવ્‍યા હતા. જેની આશરે કિંમત પ્રતિ બેગ રૂ. ૧,૫૩૦ લેખે ગણતા, કુલ કિંમત રૂ. ૨,૧૨,૬૭૦ ગણવામાં આવી હતી. તેમજ ગ્‍લોબટેક્ષ ટેક્ષચર પેઇન્‍ટ્‍સની ખાલી પ્‍લાસ્‍ટિક બેગ કંપનીના આર્ટિસ્‍ટિક વર્ક જેવી જ આબેહૂબ છાપ ધરાવતી ગ્‍લોબટેક્ષ ટેક્ષચર પેઇન્‍ટ્‍સ એક્‍સટીરીયર એન્‍ડ ઇન્‍ટીરીયર લખેલ ખાલી પ્‍લાસ્‍ટિક બેગ્‍સના કુલ ૭,૬૦૦ નંગ મળી આવ્‍યા હતા. જેની કિંમત પ્રતિ ખાલી બેગ રૂ. ૯ લેખે ગણતા, કુલ કિંમત રૂ. ૬૮,૪૦૦ થાય છે.

આમ કુલ કિંમત રૂ. ૨,૮૧,૦૭૦નો મુદ્દામાલ પોલીસે કબ્‍જે કર્યો હતો. ફેક્‍ટરીના માલિક અલ્‍પાબેન પ્રકાશભાઇ ચાંગેલા દ્વારા ફેક્‍ટરીમાં ગ્‍લોબલ ટેક્ષચર પેઇન્‍ટસ એક્‍ટેરીયર એન્‍ડ ઇન્‍ટીરીયર કંપનીના કલાકૃતિ જેવા જ પ્‍લાસ્‍ટીકના બેગમાં ટેક્ષચર ભરી વેંચાણ કરાતું હોઇ ગુનો નોંધાવાયો હતો. તાલકુા પીઆઇ ડી. એમ. હરીપરાની રાહબરીમાં પીએસઆઇ બી.આર. ભરવાડ સહિતે કાર્યવાહી કરી હતી.

(2:46 PM IST)