તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 13th December 2025
અપહૃત ત્રણ વર્ષની બાળકીને તેની જ માતા લઇ ગઇ હતી
ગાંધીગ્રામ પોલીસના પીઆઇ એસ.આર.મેઘાણી તથા ટીમે મહિલાને માધાપર ચોકડી પાસેથી શોધી કાઢી

રાજકોટ, તા., ૧૩ : નાગેશ્વર બસ સ્ટેન્ડ પાસે ઝુંપડામાં રહેતા યુવાને ત્રણ વર્ષની પુત્રીનું અપહરણ થયાની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ હતી. આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે બાળકીને લઇ જનાર તેની માતાને પકડી લીધી હતી.
ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એસ.આર.મેઘાણીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.વી.જાડેજા તથા ટીમે બાળકીની શોધખોળ હાથધરી હતી બાદ સીસીટીવી કેમેરાના ફૂટેજમાં એક મહિલા બાળકી સાથે જોવા મળતા બાળકીના માતા સંગીતા ઉપર શંકા હતી. દરમ્યાન સંગીતા માધાપર ચોકડી પાસે ઉભી હોવાની માહિતી મળતા પી. એસ. આઇ એમ. વી. જાડેજા સહિતના સ્ટાફે માધાપર ચોકડી પાસેથી બાળકી જાગુ સાથે તેની માતા સંગીતા મળી આવી હતી જે વીસેક દિવસ પહેલા પતિથી અલગ થઇ પ્રેમી સાથે જતી રહી હતી બાદ તેને એવુ લાગ્યુ કે પુત્રી જાગુ વગર રહી શકે તેમ નથી. તેથી તા.૧૦ના રોજ મોડી રાત્રે એકલી પતિના ઝુપડા પાસે જઇ આ ત્રણ વર્ષની જાગુને લઇને જતી રહી હતી.
આ કામગીરી પી.આઇ. એસ.આર. મેઘાણી, પી.એસ.આઇ. એમ.વી. જાડેજા, વી.ડી. રાવલીયા, હેડ.કોન્સ. રવીભાઇ ગઢવી, સહદેવસિંહ જાડેજા, રોહિતદાન ગઢવી, મસરીભાઇ ભેટારીયા, કોન્સ. મુકેશભાઇ સબાડ, જયદેવસિંહ પરમાર, રઘુવીરસિંહ જાડેજા, ભરતભાઇ મકવાણા દ્વારા કરવામાં આવી હતી
(3:30 PM IST)










