<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th December 2025

ચુનારાવાડના સામતભાઇને ‘તમે મઢે આવો' કહી ઘરે બોલાવી હુમલો

દિકરાએ લગ્ન પ્રસંગ વખતે ડીજે વાગતુ હતું ત્‍યારે વિડીયો ઉતાર્યાની શંકા કરી ડખ્‍ખો : ભોદો, અજય, ભયલો સહિતનાએ ઢીકાપાટુ મારી છરીથી ઇજા કરી

રાજકોટ તા. ૧૩: ચુનારાવાડ શેરી નં. ૧માં રહેતાં સામતભાઇ શોમજીભાઇ બાવળીયા (ઉ.વ.૪૫)ને ઘર પાસે હતાં  ત્‍યારે ભોદો, અજય, ભયલો સહિતે છરીથી હુમલો કરી ઇજા કરતાં સારવાર માટે દાખલ થયા છે.

સામતભાઇ કડીયા કામ કરી ગુજરાન ચલાવે છે. રાતે શેરીમાં લગ્ન પ્રસંગમાં ડીજે વાગતું હોઇ સામતભાઇના દિકરા સોહિલનો મિત્ર કે જે ડીજે વગાડતો હોઇ તેણે મોબાઇલ માંગતા સાહિલે મોબાઇલ આપ્‍યો હતો. આ વખતે ભોદો, અજય સહિતને શંકા ગઇ હતી કે સાહિલ મોબાઇલમાં છોકરીઓના વિડીયો ઉતારે છે. આ કારણે માથાકુટ થઇ હતી. બાદમાં ભોદો, અજય સહિતનાએ સાહિલના પિતા સામતભાઇને ફોન કરી તમે અમારા ઘરે આવો અને ચામુંડા માતાજીના મઢમાં હાથ મુકો તેમ કહેતાં સામતભાઇ તેના ઘરે જતાં ભોદો, અજય, ભયલો સહિતનાએ માર મારી છરીથી ઇજા કરી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

(3:09 PM IST)