News of Saturday, 13th December 2025
કુતરા બાંધવા માટેની સાંકળ બારીમાં બાંધી ગળાફાંસો ખાઇ જીલ રાજપરાનો આપઘાત
ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પાછળ કૈલાસનગરમાં બનાવથી અરેરાટી : ૨૪ વર્ર્ષિય યુવતિએ બીએસસી સુધીનો અભ્યાસ કર્યો હતોઃ કેટલાક મહિનાથી ડિપ્રેશનમાં હતીઃ અગાઉ પણ બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતોઃ પરિવારજનો પ્રસંગમાંથી આવ્યા ત્યારે લટકતી મળી

રાજકોટ તા. ૧૩: શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની પાછળના ભાગે આવેલા કૈલાસનગર-૨માં રહેતી જીલબેન જયંતભાઇ રાજપરા (ઉ.વ.૨૪) નામની યુવતિએ ઘરમાં કુતરા બાંધવાની સાકળ બારીમાં બાંધી તેનાથી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. પરિવારજનો પ્રસંગમાં હાજરી આપીને ઘરે આવ્યા ત્યારે દિકરીને આ રીતે લટકતી જોઇ હતપ્રભ થઇ ગયા હતાં. અગાઉ પણ તેણી બે વખત આપઘાતનો પ્રયાસ કરી ચુકી હતી.
બનાવની જાણવા મળેલી વિગત મુજબ કૈલાસનગર-૨માં રહેતી જીલબેન નામની યુવતિએ ગળાફાંસો ખાઇ આપઘાતક રી લીધાની જાણ ૧૦૮ના ઇએમટી સોૈરભભાઇ દ્વારા થતાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના હેડકોન્સ. મિહીરસિંહ બારડ સહિતે પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ જીલબેને કુતરાને બાંધવા માટે વપરાતી સાકળ બારીમાં બાંધી દેહ લટકાવી દીધો હતો.
આપઘાત કરનાર જીલબેને બીએસસી સુધી અભ્યાસ કર્યો હતો. તેના પિતા સોનાના વેપારી છે. જીલબેન બે બહેનમાં મોટી હતી. પોલીસને પરિવારજનોએ કહ્યું હતું કે જીલબેન કેટલાક સમયથી ડિપ્રેશનમાં રહેતી હતી. તે ઘરમાં બહુ કોઇ સાથે વાત પણ કરતી નહોતી. આજથી આઠેક મહિના પહેલા તેણીએ ફિનાઇલ પીને અને બાદમાં ઉંઘની વધુ ગોળીઓ પીને આપઘાતનો બે વખત પ્રયાસ કર્યો હતો. શુક્રવારે તેણીના માતા, પિતા, બહેન બહાર પ્રસંગમાં ગયા હોઇ તેણી એકલી હતી ત્યારે ગળાફાંસો ખાઇ લીધો હતો. ડિપ્રેશનના કારણે આ પગલુ ભર્યાનું સગાએ જણાવ્યું હોઇ પોલીસે વધુ તપાસ યથાવત રાખી છે.
(3:59 PM IST)










