<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th December 2025

મીરા ઉદ્યોગનગરમાં શાકભાજીના વેપારી લલીત મકવાણાના ઘરમાં દોઢ લાખની ચોરી

પાંચ મહિના પહેલા બનાવઃ યુવાનની થોરાળા પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૩ :.. થોરાળામાં મીરા ઉદ્યોગનનગરમાં રહેતા શાકભાજીના ધંધાર્થીના બંધ મકાનને નિશાન બનાવી તસ્‍કરો રૂા. ૧.પ૦ લાખ રોકડા ચોરી જતા ફરિયાદ થઇ છે. મળતી વિગત મુજબ થોરાળા વિસ્‍તારમાં આવેલા મીરા ઉદ્યોગનગર શેરી નં. પ માં રહેતા લલીત હરેશભાઇ મકવાણા (ઉ.વ.ર૬) એ થોરાળા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. લલીતે ફરીયાદમાં જણાવ્‍યું છે કે તે માતા-પિતા, બે ભાઇ અને પત્‍ની સાથે રહે છે. તે હુડકો શાક માર્કેટ પાસે શાકભાજીનો વેપાર કરે છે. ગત તા. ર૦-૮ ના રોજ તે તથા પત્‍ની અને બંને ભાઇઓ શાકભાજીના વેપાર માટે હુડકો શાક માર્કેટ ગયા હતાં. તથા માતાને આંખાની સારવાર સરકારી દવાખાનામાં ચાલુ હોવાથી પિતા સરકારી દવાખાને હતા. શાકભાજીનો વેપાર કરી રાત્રે પરત ઘરે આવ્‍યા ત્‍યારે ઘરની ડેલીનું તાળુ ખોલીને વેપાર કરી રાત્રે પરત ઘરે આવ્‍યા ત્‍યારે ઘરની ડેલીનું તાળુ ખોલીને ડેલી ખોલવા જતા ડેલી નખુલતા તેના ભાઇ પરેશે વંડી ઠેકીને જોતા ડેલી અંદરથી બંધ હતી તેણે ડેલીખોલી ફરિયાદી અંદરજતા ઘરમાં ત્રણેય રૂમના દરવાજાના તાળા અને નકુચા તુટેલા હતા. તેણે રૂમમાં તપાસ કરતા કબાટ ખુલ્લો અને સામાન વેરવીખેર જોવા મળ્‍યો હતો. બાદ કબાટમાં તપાસ કરતા તેમાં રાખેલા રૂા.૧.૫૦ લાખ જોવા ન મળતા ચોરી થઇ હોવાની ખબર પડી હતી. બાદ તેણે તેના પિતાને જાણકરી હતી તેની માતાની સારવાર ચાલુ હોવાથી જેતે વખતે તેણે કોઇ ફરિયાદ કરી ન હતી. માતાની તબીયત  સારી થતા લલીત મકવાણાએ થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવતા પીએસઆઇ. એ.પી. રતને તપાસ હાથધરી છે.

(4:00 PM IST)