News of Saturday, 13th December 2025
રાજકોટ જિલ્લા કોંગ્રેસના મહામંત્રીપદે કિંજલ સારડાની વરણી

રાજકોટ : અખિલ ભારતીય મહિલા કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન પટેલની સૂચનાથી રાજકોટ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રીમતી મનીષબા વાળાની આગેવાનીમાં શ્રીમતી કિંજલબેન પ્રકાશભાઇ સારડાને રાજકોટ જિલ્લા મહામંત્રી તરીકે નિમણૂંક કરવામાં આવેલ છે. શ્રીમતી કિંજલબેન ભીલ સમાજમાંથી આવે છે.
તેઓના આ પદગ્રહણ નિમિતે રાજકોટ જિલ્લા પ્રમુખ હિતેશભાઇ વોરા, પૂર્વ ધારાસભ્ય લલીતભાઇ વસોયા, પ્રદેશ એન.એસ.યુ.ેઆઇ. પ્રમુખ નીલુભાઇ સોલંકી, ગુજરાત પ્રદેશ પૂર્વ મહિલા પ્રમુખ તેમજ ઉપપ્રમુખ શ્રીમતી ગાયત્રીબા વાઘેલા, પ્રદેશ પૂર્વ ઉપપ્રમુખ ડો. હેમંતભાઇ વસાવડા, પ્રદેશ પૂર્વ મહામંત્રી જશવંતભાઇ ભટ્ટી, પ્રદેશ પૂર્વ મહામંત્રી ડી.પી. મકવાણા, પ્રદેશ ઓબીસી ચેરમેન મહેશભાઇ રાજપૂત, પ્રવકતા રોહિતભાઇ રાજપૂત, રાજકોટ જિલ્લા વિરોધ પક્ષ નેતા મનસુખભાઇ સાકરીયા તેમજ રાજકોટ શહેર પ્રમુખ રાજદીપસિંહ જાડેજા, મયુરભાઇ શાહે પાઠવી હતી.
(3:44 PM IST)










