News of Saturday, 13th December 2025
કાલાવડ રોડ ઉપર ટ્રાફીક ભારણ ઘટાડવા રસ્તા પહોળા કરોઃ એ.જી.ચોકમાં સિગ્નલ-સ્પીડ બ્રેકર જરૂરી
જાગૃત નાગરિકે તંત્રને પત્ર લખી કરી માંગ

રાજકોટ, તા.૧૩: શહેરના કાલાવડ રોડ સ્થિત સરિતા વિહાર તથા આસપાસના વિસ્તારોમાં ટ્રાફીક સમસ્યા વધી છે.
થોડા સમય પહેલા ક્રિસ્ટલ મોલ પાસે કારની ઠોકરે આશાસ્પદ યુવતિનું મૃત્યુ થયું હતું. જેને લઈને એક જાગૃત નાગરિકે તંત્રને પત્ર લખી આ અંગે યોગ્ય પગલા લેવા માંગ કરી છે.
પત્રમાં જણાવ્યા મુજબ રૂડા નગર-૧માં જવાના રોડથી લઈને પુષ્કરધામ રોડ સુધીમાં આઠ રસ્તાઓ અને પોઈન્ટ આવે છે. ચોકમાં સ્પીડ બ્રેકરો તથા ટ્રાફીક સિગ્નલ નથી. જો આ હોત તો ક્રિસ્ટલ મોલની ઘટના કદાચ બની ન હોત.
જેથી સત્વરે રસ્તા પહોળા કરવાની સાથે ટી.પી.માં મંજુર થયેલ રોડ ઝડપથી બનાવવા જરૂરી છે.
ઉપરાંત એ.જી.ચોકમાં ટ્રાફીક સિગ્નલ તથા સ્પીડ બ્રેકરો મુકી પુરપાટ ઝડપે દોડતા વાહનોની ગતિ ધીમી થઈ શકે છે. એ.જી. સોસાયટીથી રવિ પાર્કના રોડનું કામ પણ બાકી હોય તે તુરંત કરાવવા પણ પત્રના અંતે માંગ કરવામાં આવી છે.
(3:49 PM IST)










