News of Saturday, 13th December 2025
‘ઓપરેશન મ્યુલ હન્ટ': રાજકોટમાં વધુ ૮ ગુના
સાયબર ફ્રોડના નાણા માટે બેંક એકાઉન્ટ ભાડે આપી દસ-પંદર હજારનું કમિશન મેળવનારા ઉપર તવાઇ સાયબર ક્રાઇમ પોલીસે અગાઉના છ ગુનામાં ૧૧ની ધરપકડ કરી અન્ય આરોપીઓને શોધી કાઢવા તપાસના ચક્રો ગતિમાન કર્યા

રાજકોટ તા. ૧૩: ગુજરાત સરકાર દ્વારા ‘ઓપરેશન મ્યુલ હન્ટ' અંતર્ગત સાયબર ફ્રોડના નાણા પોતાના બેંક એકાઉન્ટમાં મેળવી કમિશન ખાનારા શખ્સો સામે કાર્યવાહી કરવા સુચના આપી હોઇ તે અંતર્ગત રાજકોટ શહેરમાં શરૂઆતમાં ૬ ગુના દાખલ થયા હતાં અને તેમાં ૧૯ આરોપીઓ સામે કાર્યવાહી થઇ હતી. આ પછી વધુ ૮ ગુના દાખલ કરાયા છે, જેમાં ૧૯ આરોપીઓના નામ છે. સાયબર ફ્રોડ માટે પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપનારા કુલ પૈકીના ૧૧ને શહેર સાયબર ક્રાઇમ પોલીસે પકડી લીધા છે.
છ ગુનામાં સામેલ ૧૯માંથી ૧૧ આરોપીઓની આજે સાયબર ક્રાઈમ પોલીસે પરપકડ કરી હતી. સાયબર ક્રાઈમ પોલીસના સૂત્રોએ જણાવ્યું કે જુદા-જુદા રાજ્યોમાં ૨૧ કરોડનું સાયબર ફ્રોડ આચરાયું હતું. જેમાં રાજકોટના ૬ બેન્ક ખાતાનો ઉપયોગ થયો હતો. આ તમામ બેન્ક ખાતામાં ૨૧ કરોડ રૂપિયા પૈકીના રૂા. ૪૫ લાખ જમા થયા હતાં. સાયબર ક્રાઈમ પોલીસે વધુ ૮ ગુના દાખલ કર્યા છે. જેમાં પ્રથમ કિસ્સામાં આરોપી ગની ડાંગસીયા ઉપરાંત શાહનવાઝ ઈકબાલભાઈ હાસમાણી (રહે. રાજીવનગર બજરંગવાડી)નો સમાવેશ થાય છે. આરોપી શાહનવાઝે આરોપી ગનીને બેંક ખાતુ આપતા તેમાં રૂા.પાંચ લાખ નાખ્યા હતા. બાદમાં ૪,૯૭,૫૦૦ ઉપાડી લીધા હતા. જેમાં તેને રૂા.૨૫૦૦નું કમીશન મળ્યુ હતું.
બીજા કિસ્સામાં આરોપી સુમીત બારૈયા ઉપરાંત જયેશ -વિણભાઈ પરમાર રહે.પો.હેડક્વાર્ટર સામે, જામનગર રોડ) અને સાગર વાઘેલા સીતાજી ટાઉન્સીપ સામે નોંધાયો છે. જ્યેસે આરોપી સુમિતને પુરેપુરી કીટ આપી હતી. જેમાં તેને રૂા. ૧ હજાર આપ્યા હતા. સુમીતે ફોડના નાણા મેળવવા આરોપી સાગરને બેંક કીટ આપી હતી. જેમાં તેને રૂા. ૩ હજાર અપાયા હતા. ટાઉનશીપ) સામે ગુનો નોંધાયો છે. જયેશ પરમારે આરોપી સુમીતને ખાતાની પુરેપુરી
ત્રીજા કિસ્સામાં હિરેન પ્રવીણભાઈ ટ્ટ સોલંકી અને કૈલાશ દિનેશભાઈ ઉભડીયા (રહે. બંને બેડી ગામ) સામે ગુનો નોંધાયો છે. જેમાં જણાવ્યું કે આરોપી કૈલાશે હિરેનના ખાતામાં બેંક કોડનાં રૂા.૬.૪૦ લાખ મેળવી વિથડ્રો કરી લીધા હતા. ચોથા બનાવમાં અમીન ઈકબાલભાઈ પઠાણ અને સમીર આરીફભાઈ ખપીયાણી (રહે.બંને ગંજીવાડા) સામે ગુનો નોંધાયો છે. જેમાં જણાવ્યું કે, અમીને તેનાં મિત્ર સમીરને બેંક ખાતાની પુરેપુરી કીટ આપી હતી. જેમાં તેને રૂા.૫ હજાર અપાયા હતા.
આ ઉપરાંત પાંચમાં ગુનામાં વિપુલ મગનભાઈ ગોહેલ (રહે.વેલનાથ પાર્ક, કોઠારીયા રોડ) અને અજય રાજેશભાઈ લખતરીયા (રહે.રેલનગર) સામે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો દાખલ કર્યો છે. જેમા જણાવ્યું કે, ખાતાધારક વિપુલે તેના મિત્ર આરોપી અજયને બેંક ખાતું આપ્યું હતું. જેમાં ૧૮.૦૫ લાખ ફ્રોડના નાણા મેળવી વિથડ્રો કરી લીધા હતાં.
છઠ્ઠા કિસ્સામાં ભાવીન ધનશ્યામભાઈ ધર્માણી (ઉ.વ.૨૩, જામનગર રોડ) અને ધર્મેશ ગોસ્વામી ઉર્ફે ધર્માણી (ઉ.વ.૨૩, રહે પરસાણા નગર, ડી.કે. સામે ગુનો દાખલ કરાયો હતો. જેમાં ખાતા ધારકે ભાવીનના ખાતામાં ધર્મેશે ફ્રોડનાં રૂા.૪.૮૪ લાખ મેળવી વિથડ્રો કરી લીધા હતા. સાતમાં કિસ્સામાં જીજ્ઞેશ કિશોરભાઈ લાંધણોજા (રહે. માં કોમ્પલેક્ષ, સાધુવાસવાણી કુંજ રોડ, રેલનગર), લલીત પ્રવિણચંદ્ર ધાનક (રહે. સંકલ્પસિધ્ધ અપાર્ટમેન્ટ, રેલનગર) અને પરેશ પટેલ (રહે. મોરબી) સામે ગુનો નોંધાવ્યો છે. જેમાં જણાવ્યું કે, જીજ્ઞેશના અને લીલીતનાં બેંક ખાતામાં પ્રોપરાઈટર છે. આરોપી પરેશ તેના ખાતામાં નાણા નાખતો હતો. બંનેને ૧ લાખ રૂપીયાએ ૫૦ રૂપીયાનું કમીશન મળતું હતું.
જ્યારે આઠમાં કિસ્સામાં નિરવ હરેશભાઈ નડીયાપર ડીયા પર (રહે. (રહે. મારૂતીનગર, મવડી મેઈન રોડ) અને પાર્થ ઉર્ફે પપ્પુ મનીષભાઈ બારડ (રહે. નહેરૂનગર, નાના મવા મેઈન રોડ) સામે ગુનો દાખલ કરાયો હત. આરોપીઓએ બેંક ખાતામાં ૬.૫૯ લાખા મેળવી તેને ચેક અને એ.ટી.એમ. મારફતે વિથડ્રો કરી લીધા હતા. આ પ્રકારના વધુ ગુના દાખલ થવાની શક્યતા છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપીબી. બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ જે. એમ. કૈલા, એમ. એ. ઝણકાત, બી. બી. જાડેજા, એસ. ડી. ગીલવા, પી.આર. ડોબરીયા, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અને સાયબર સેન્ટીનલ લેબની ટીમોએ આ કામગીરી કરી હતી.
(3:51 PM IST)










