<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

હૃદય બંધ પડી જવાને કારણે પરાપીપળીયાના આશુતોષભાઇ, રૈયાધારના રેખાબેનના મોત

વૃધ્‍ધાશ્રમમાં રહેતાં ગોરધનભાઇનું પણ હાર્ટએટેકથી મૃત્‍યુ

રાજકોટ તા.૧૫: હૃદય રોગના હુમલાથી એક મહિલા સહિત વધુ ત્રણ લોકોના મૃત્‍યુ થયા છે. જામનગર રોડ પર પરાપીપળીયા ગામે રહેતાં અને સન બ્રીક્‍સ નામની ઇંટોની ફેક્‍ટરીમાં કામ કરતાં મુળ ઓરીસ્‍સાના આશુતોષભાઇ આનંદનભાઇ માંઝી (ઉ.વ.૫૧) રાતે દોઢ વાગ્‍યે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કર્યા હતાં.તેઓ બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતાં. સંતાનમાં એક દિકરી છે. બારેક વર્ષથી તેઓ અહિ રહી ફેક્‍ટરીમાં કામ કરતાં હતાં. હાર્ટએટેક આવી ગયાનું સગાએ જણાવ્‍યું હતું.

બીજા બનાવમાં રૈયાધાર સ્‍લમ ક્‍વાર્ટર નં. ૫૪૨માં રેહેતાં રેખાબેન વિજયભાઇ સોલંકી (ઉ.વ.૪૭) સવારે ચારેક વાગ્‍યે ઘરે બેભાન થઇ ઢળી પડતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. તેમને હાર્ટએટેક આવી ગયાનું જણાવાયું હતું. તેમના પતિ કારખાનામાં મજૂરી કરે છે. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે.

ત્રીજા બનાવમાં ગોંડલ રોડ સદ્દભાવના વૃધ્‍ધાશ્રમમાં રહેતાં ગોરધનભાઇ ગંગદાસભાઇ પટોડીયા (ઉ.વ.૫૯) બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. પોસ્‍ટમોર્ટમ થતાં હાર્ટએટેક આવી ગયાનું બહાર આવ્‍યું હતું. ત્રણેય બનાવમાં હોસ્‍પિટલ ચોકીના અમૃતભાઇ મકવાણા, યુવરાજસિંહ પરમાર, રવિભાઇ, ધર્મેન્‍દ્રભાઇ, શક્‍તિસિંહે ગાંધીગ્રામ, યુનિવર્સિટી અને માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.

(1:44 PM IST)