News of Monday, 15th December 2025
રેલનગર રામેશ્વર પાર્કના સુનિલભાઇ મકવાણાનું બેભાન થયા બાદ મોત
ભારતનગરના બાબુભાઇ મકવાણાનું લોહીની ઉલ્ટી થયા બાદ મૃત્યુઃ પરિવારજનોમાં શોક

રાજકોટ તા.૧૫: રેલનગરના રામેશ્વર પાર્ક-૩માં રહેતાં સુનિલભાઇ રામસિંગભાઇ મકવાણા (ઉ.વ.૪૬) નામના આધેડ ઘરે બેભાન થઇ જતાં ૧૦૮ને જાણ કરવામાં આવી હતી. તેના તબિબે તેમને મૃત જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
બનાવની જાણ ૧૦૮ મારફત થતાં પ્ર.નગર પોલીસ સ્ટેશનના એએસઆઇ કે. કે. ઝાલા સહિતે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. સુનિલભાઇને શ્વાસની તકલીફ હોવાનું સગાએ જણાવ્યું હતું.
બીજા બનાવમાં આજીડેમ ચોકડી નજીક ભારતનગરમાં બાપા સિતારામ સર્વિસ સ્ટેશન પાસે કેડીએમ હોટેલ સામે રહેતાં બાબુભાઇ દેવજીભાઇ મકવાણા (ઉ.વ.૫૫)ને સવારે ચારેક વાગ્યે ઘરે એકાએક લોહીની ઉલ્ટી થયા બાદ બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં થોરાળા પોલીસે કાર્યવાહી કરી હતી.
(2:19 PM IST)










