News of Monday, 15th December 2025
પશ્ચિમ વિસ્તારની ૨૬ સોસાયટીમાં લાગુ કરાયેલ અશાંતધારાની મુદ્ત ૧૩ જાન્યુ.એ પૂરી થશેઃ ગૃહખાતાના જાહેરનામાની જોવાતી રાહ
પશ્ચિમ વિસ્તારની ૨૬ સોસાયટીમાં અશાંતધારો લાગુ થયો હતોઃ હજારો દસ્તાવેજો થયાઃ તો લઘુમતી કોમ અંગે સેંકડો પેન્ડીંગ.. : કલેકટર-પોલીસ-સબરજીસ્ટાર કચેરીની મીટ ગૃહખાતા ઉપરઃ જો ફરી લાગુ ન કરાય તો શું કરવુ તેવો ઉઠેલો સવાલ..

રાજકોટ, તા.૧૫: શહેરના પヘમિ વિસ્તારમાં અમલમાં રહેલા અશાંતધારાની મુદત જાન્યુ. ૨૦૨૬માં પૂર્ણ થઈ રહી છે, જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા અત્યારથી જ તેની મુદત વધારવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. સિટી પ્રાંત-૧ ચાંદની પરમાર દ્વારા આ અંગેની દરખાસ્ત કલેક્ટરને મોકલી દેવામાં આવી છે. કલેક્ટર આ દરખાસ્તનો અભ્યાસ કર્યા બાદઘણા સમય પહેલા સરકારને મોકલીઆપી છે. રાજ્ય સરકાર દ્વારા નોટિફિકેશન કયારે બહાર પડાશે તેની રાહ જોવાઇ રહી છે.
મળતી માહિતી મુજબ, રાજકોટ શહેરના પヘમિ વિસ્તારની ૨૮ સોસાયટીઓમાં અશાંતધારો લાગુ છે, જેની મુદત ૧૩/૦૫/૨૦૨૧ના રોજ લાગુ કરવામાં આવી હતી અને તે ૧૩-૭-૨૦૨૬ રોજ પૂરી થશે. આ કાયદા હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં હજારો હિંદુ લોકોને દસ્તાવેજ કરવાની મંજૂરી આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મોટી સંખ્યામાં અશાંતધારાના કેસો પોલીસ વિભાગમાં પણ પેન્ડિંગ હોવાનું સામે આવ્યું છે, જેના નિકાલ માટે પણ આ પ્રક્રિયા કરવામાં આવી રહી છે. આ કેસો હિન્દુ-મુસ્લીમ વચ્ચેના ખરીદ-વેચાણ અંગેની છે. છોટુનગર કો.ઓપ. હાઉસિંગ સોસાયટી લિમિટેડ, નિરંજની સોસાયટી, આશુતોષ સોસાયટી , સિંચાઇ નગર સોસાયટી , આરાધના સોસાયટી, સ્વાસ્તિક સોસાયટી, પ્રગતિ સોસાયટી, ઈન્કમ ટેક્સ સોસાયટી,બેંક ઓફ બરોડા સોસાયટી, દિવ્ય સિદ્ધિ સોસાયટી, જીવનપ્રભા સોસાયટી, અંજની સોસાયટી, કળષ્ણ કુંજ સોસાયટી, સૌરભ સોસાયટી, રેસકોર્સ પાર્ક, વસુંધરા સોસાયટી,અવંતિકા પાર્ક,જનતા જનાર્દન સોસાયટી,જાગળતિ શ્રમજીવી સોસાયટી, યોગેશ્વર પાર્ક, શ્રેયસ સોસાયટી, નવયુગ સોસાયટી, બજરંગવાડી, સુભાષનગર, ચુડાસમા પ્લોટ,નહેરુનગર સોસાયટી, રાજનગર, અલકાપુરી નો સમાવેશ થાય છે.
પヘમિ વિસ્તારમાં લાગુ કરાયેલ અશાંત ધારાની મુદ્ત પુરી થવાને હવે ૨૮ દિવસ જેવો સમય રહયો છે. રાજયનું ગૃહખાતુ જો મુદ્ત ન વધારે તો શું કરવુ તે પણ પ્રશ્ન થઇ પડયો છે. કલેકટર તંત્ર- પોલીસ તંત્ર- સબ રજીસ્ટાર તંત્ર હાલ અશાંતધારા અંગેના નિર્ણયની રાહ જોઇ રહયા છે.
(2:37 PM IST)










