<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

શહેરમાં શરદી-તાવ-ઉધરસ-ઝાડા-ઉલ્‍ટીના રોગચાળાનો ધામોઃ ર૩૨૬ દર્દી

મનપા દ્વારા ૨૨૪૬૫ ઘરોમાં પોરાનાશક કામગીરી તથા ૮૮૫ રહેણાંકોમાં ફોગીંગ કરાયાનો દાવોઃ મચ્‍છરજન્‍ય રોગચાળામાં ડેન્‍ગ્‍યુના ર દર્દીઃ મચ્‍છર ઉત્‍પતિ સબબ ૨૯૨ને નોટીસ

રાજકોટ, તા. ૧પઃ શહેરમાં શિયાળો શરૂ થતા મિક્ષ ઋતુ વચ્‍ચે રોગચાળાનો પગપેસારો વધુ થવા પામ્‍?યો છે. મનપાના આરોગ્‍ય વિભાગમાં આ સપ્‍તાહે શરદી, તાવ, ઝાડા, ઉલ્‍ટીના ૨૩૨૬ થી વધુ દર્દી નોંધાયા છે. મચ્‍છજન્‍ય રોગના ૨ કેસ નોંધાયા છે. આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ૮ થી ૧૪ નવેમ્‍બર સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

મચ્‍છરજન્‍ય રોગચાળાના ર કેસ

છેલ્લા સપ્‍તાહમાં ડેન્‍ગ્‍યુના ૨ કેસ નોંધાયા છે.

શરદી-તાવના ૨૩૨૬ થી

વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ ૧૨૭૧ તેમજ સામાન્‍ય તાવના ૮૬૧ અને ઝાડા ઉલ્‍ટીના કેસ ૧૯૧ તથા કમળાના ૨ અને ટાઇફોડનો ૧ સહિત કુલ ૨૩૨૬ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૩૮૬૧૨ તેમજ સામાન્‍ય તાવતા ૩૭૪૨૫ અને ઝાડા ઉલ્‍ટીના કેસ ૮૮૮૦ તથા ટાઇફોઇડના ૯૮ તેમજ કમળાના ૧૫૧ કેસ નોંધાયા છે.

મચ્‍છર ઉત્‍પતિ સબબ ૨૯૨ ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ઘનીષ્‍ટ પ્રયાસો કરી રહયા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૨૨૪૬૫ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૮૮૫ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્‍ય ૪૭૯ થી વધુ સ્‍થળોએ મચ્‍છર ઉત્‍પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૨૯૨ લોકોને નોટીસ આપવામાં આવી હતી.(૬.૧૪)

(2:37 PM IST)