<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

પૂ. શ્રી કવિન્‍દ્ર સાગરસૂરિજી મ.સા.ની નિશ્રામાં ગિરનારજીની નવ્‍વાણું યાત્રાનો શુભારંભ : રપ૦ યુવાનો જોડાયા

અચલગચ્‍છના રપ મા વર્ષીતપના આરાધક જૈનાચાર્ય

રાજકોટ, તા. ૧પ : અચલગચ્‍છ કચ્‍છી જૈન સમાજના પચ્‍ચીસમા વર્ષીતપના આરાધક જૈનાચાર્ય પૂ. શ્રી કવિન્‍દ્રસાગર સૂરીજી મ.સા.ની પાવન નિશ્રામાં ગુજરાત, કચ્‍છ, સૌરાષ્‍ટ્ર, મુંબઇ, મદ્રાસ, બેંગલોર વગેરે શહેરોમાંથી દશ વર્ષથી માંડી પચાસ વર્ષ સુધીના યુવાનોની ગીરનારજી મહાતીર્થની નવ્‍વાણું યાત્રાનો તાજેતરમાં શુભારંભ થયો છે. દરરોજ લગભગ બે યાત્રા કરી રહ્યા છે.

આ નવ્‍વાણું યાત્રામાં નિશ્રા આપવા પધારેલ જૈનાચાર્ય પૂ. શ્રી કવિન્‍દ્ર સાગર સૂરીજી તથા પ્રખર પ્રવચનકાર યુવા મુનિ શ્રી કલ્‍પતરૂસાગરજી મ.સા. નું ભવ્‍યાતિભવ્‍ય સામૈયુ ભવનાથ તળેટીથી શરૂ થયેલ અને શ્રી કાંતાબા ધર્મશાળામાં ધર્મસભામાં ફેરવાયેલ.

ગીરનારજીની નવ્‍વાણું યાત્રાના ઉપલક્ષમાં ગઇકાલે તળેટી ખાતેના દેરાસરજીમાં મહાપૂજાનું આયોજન કરવામાં આવેલ. જેમાં સંૅઘપતિ પરિવારો સહિત યાત્રિકો જોડાયા હતા.પૂ. યુવામુનિ શ્રી કલ્‍પતરૂસાગરજી મ.સા. ના માર્ગદર્શન હેઠળ ૯૯ યાત્રા સમિતિના સર્વ શ્રી કિર્તીભાઇ હરીયા, ઝવેરબેન, ગીરીશભાઇ છેડા, અમૃતભાઇ ગડા, નરેશભાઇ કેન્‍યા અને હિરેનભાઇ સહિતના તમામ કાર્યકરો તન, મન, ધનથી યાત્રિકોની સેવાકરી રહ્યા છે.દરકે યાત્રિકોને કાંસાના ડીનર સેટમાં તથા તમામ મહેમાનો માટે જૈન ધર્મની પ્રણાલીકા મુજબ આદર સહિત બેસાડીને જમણવાર યોજવામાં આવી રહ્યા છે.

(2:59 PM IST)