News of Monday, 15th December 2025
ભીમનગરમાં ઘરમાં, રજપૂતપરામાં જાહેરમાં જૂગાર રમાતો હતોઃ ૨૦ પત્તાપ્રેમીઓ ઝડપાયા
તાલુકા પોલીસ અને એ-ડિવીઝન પોલીસની કાર્યવાહીમાં કુલ ૫૬ હજારની માલમત્તા કબ્જે

રાજકોટ તા. ૧પઃ નાના મૌવા રોડ પર ભીમનગરના મકાનમાં અને રજપુતપરામાં જાહેરમાં તાલુકા અને એ-ડીવીઝન પોલીસે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા ર૦ શખ્સોને પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ નાના મૌવા રોડ પર ભીમનગરમાં એક મકાનમાં જુગારધામ ચાલતું હોવાની તાલુકા પોલસ મથકના કોન્સ. પાર્થભાઇ સોજીત્રાને બાતમી મળતા પીએસઆઇ કે. એચ. કારેણા, એ.એસ.આઇ. સલીમભાઇ માડમ, જનકસિંહ ગોહિલ તથા કોન્સ. વિજયભાઇ ઝુંઝા સહિતે ભીમનગર શેરી નં. ૮ માં મકાનમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા મકાન માલીક સુનીલ બાબુભાઇ વઘેરા તથા કોઠારિયા રોડ વિવેકાનંદનગર શેરી નં. ૧૪ના હીરેન રસીકભાઇ આડેસરા, જામનગર રોડ પર સાધના એપાર્ટમેન્ટમાં રહેતા જાફર ઉર્ફે અકરમ ઇકબાલભાઇ કીડીયા, મેટોડા ચંદ્રપાર્કના દીપક પોલાભાઇ ચુડાસમા, ચુનારાવાડ ચોક ઠકકરબાપા સોસાયટીના સચીન બાબુભાઇ સોલંકી, કાલાવડ રોડ પર વીર સાવરકરનગરના મુકેશ નાથાભાઇ પરમાર, નાણાવટી ચોક, ધરમનગર આવાસના કવાર્ટરના અમીન જહુરભાઇ શીશાંગીયા, ભગવતીપરા શેરી નં. ૧૦ના ઇકબાલ ખાલીદભાઇ આરબ, મનહર સોસાયટીના રઉફ ઉર્ફે મુન્નો ગફારભાઇ ફુફાર અને લોહાનગરના અનીલ સતરાભાઇ ઉધરેજાને પકડી લઇ રૂા. ૧પ,૧૦૮ ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.
જયારે બીજા બનાવમાં એ-ડીવીઝન પોલીસ મથકના પી.આઇ. બી. વી. બોરીસાગરના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. કનુભાઇ બસીયા, ડી. એન. વાનરીયા, કોન્સ. કલ્પેશભાઇ બોરીચા અને મહેશભાઇ ચાવડા સહિતના સ્ટાફે બાતમીના આધારે દરોડો પાડી રજપુતપરા શેરી નં. પ માં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા રજપુતપરા શેરી નં. પના રામદાન લીપડુભાઇ ચૌધરી, જીતેન્દ્ર સંતોષભાઇ ચૌધરી, કૈલાશ સાધુરામભાઇ ચૌધરી, અરૂણ વિધારામભાઇ ચૌધરી, ફરહાતઅલી છેદીભાઇ દરજી, કરામતઅલી અજનુઅલી દરજી, વિજય પ્લોટ શેરી નં. રપના જયેશ મનુભાઇ ડાભી, કનૈયા સાધુરામ ચૌહાણ અને મવડી પ્લોટ શેરી નં. ૩ના રાધેશ્યામ હનુમાન પ્રસાદ વર્માને પકડી લઇ રૂા. ૪૦,૯૮૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી
(3:00 PM IST)










