હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બસપોર્ટની તુટેલી રેલીંગોનું સમારકામ કરાયું: મુસાફર હિતરક્ષક સમિતિનો પડઘો

રાજકોટ, તા., ૧પઃ ગુજરાત એસ.ટી મુસાફર હિત રક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, પી પી જોશી, જેન્તીભાઈ હિરપરા, જીગ્નેશભાઈ બોરડ, હબીબભાઈ કટારીયાની સંયુક્ત યાદીમાં જણાવેલ છે કે બસપોર્ટ થાળી ભાંગીને વાટકો કરતા અને બસ સ્ટેશનમાં બસો સમાતી ન હોય એસ.ટી અમારી મોતની સવારી બની છે. ત્રણ મુસાફરો માતેલા સાંઢ ની જેમ ફરતી એસ.ટી બસોમાં ચગદાયા છે. મુસાફરો માટે લગાવવામાં આવેલી સેફ્ટીગાર્ડ (રેલિંગો) નો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. તમામ પ્લેટફોર્મ પર રેલિંગમાં ભાંગતુંટ જોવા મળી હતી. આ રેલીંગો મુસાફરો માટે સલામતને બદલે અસલામત બની હોય ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને, રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી, અમદાવાદ એસટી ના એમ.ડી ને, રાજકોટના નવનિયુક્ત વિભાગીય નિયામકને ફોટાઓ સાથે ભાંગી ગયેલી રેલિંગો અંગે લેખિત ફરિયાદ કરી હતી. આ રજૂઆતના સફળ પડઘા પડ્યા હોય તેમ નિંભર તંત્ર હરકતમાં આવી ગયું અને તૂટી ગયેલી અને નમી ગયેલી કે જ્યાંથી મુસાફર નીકળી જ ન શકે એ રેલીંગો અને મરામત થઈ ગયા તેમ ગુજરાત એસટી મુસાફર હિતરક્ષક સમિતિ (મો. નં. , ૯૪૨૬૨ ૨૯૩૯૬)ની યાદીમાં જણાવાયું છે.










