News of Monday, 15th December 2025
અખંડ ભારતના ‘શિલ્પી' અને લોહપુરુષ મહાનાયક સરદાર પટેલને પુણ્યતિથિએ શત શત નમનઃ રાજુભાઈ ધ્રુવ

રાજકોટ, તા. ૧પઃ ભારતની જે મહાન ભૂમિ- ધરતી આજે આપણે નિહાળી રહ્યા છીએ, જે ભૌગોલિક જમીન સીમાઓમાં આપણે સુરક્ષિત શ્વાસ લઈ રહ્યા છીએ, તે માત્ર જમીનનો ટુકડો નથી, પરંતુ સરદાર પટેલ રૂપી એક મહામાનવના પ્રચંડ પુરુષાર્થનું જીવંત સ્મારક છે. સોમવારે ભારતના લોખંડી પુરુષ અને અખંડ ભારતના સાચા સર્જક સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ છે. આ અવસરે સરદાર સાહેબના ચરણોમાં ભાવાંજલિ અર્પણ કરતા સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે કે, ‘સરદાર પટેલ માત્ર એક રાજનેતા જ નહોતા, તેઓ ભારતીય રાજનીતિના એવા ‘વાસ્તવવાદી ઋષિ' હતા જેમણે આ -ાચીન દેશને કલ્પનાના આકાશમાંથી ઉતારીને વાસ્તવિકતાની મજબૂત જમીન પર ઊભો કર્યો હતો. અને પ્રજાને મહાન લોકતંત્ર ની ભેટ આપી હતી.
જેણે હજારો વર્ષોથી વિદેશી-વિધર્મી આક્રમણખોરો ના અત્યાચારો-આંતક અને શોષણ ને પીડિત બની સહન કર્યું હતું તેવી પીડિત પ્રજાને મહાન લોકશાહીની ભેટ આપી સુરક્ષિત કરી.ભારત છોડનારા અંગ્રેજો ની મેલી રમતો ને નિષ્ફળ બનાવી હૈદરાબાદ ના નિઝામ સહિત ૫૬૩ રજવાડાઓ નું સંપૂર્ણ શાંતિપૂર્ણ સમજાવટ સમજણ દ્વારા વિલીનીકરણ કરી ભૂતકાળ માં કયારેય ના હતું તેવું મહાન ભારત સર્જી ખરા અર્થમાં ભારત નિર્માતા બન્યા.
સામાન્ય રીતે સરદાર સાહેબને આપણે રજવાડાંના એકીકરણ માટે યાદ કરીએ છીએ, પરંતુ ‘આઝાદી પછી દેશ ચલાવવા માટે જે મજબૂત વહીવટી તંત્રની જરૂર હતી, તે ‘ઓલ ઇન્ડિયા સર્વિસીસ' (IAS/IPS) ના સાચા જનક સરદાર સાહેબ હતા. અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયેલા દેશમાં અરાજકતા ન ફેલાય તે માટે તેમણે ભારતીય વહીવટી સેવાઓને ‘સ્ટીલ ફ્રેમ ઓફ ઇન્ડિયા' તરીકે પ્રસ્થાપિત કરી. જો સરદાર સાહેબે તે સમયે દૂરંદેશી વાપરીને સનદી અધિકારીઓને રક્ષણ અને પ્રોત્સાહન ન આપ્યું હોત, તો આજે ભારતનું વહીવટી માળખું કડડભૂસ થઈ ગયું હોત. આ તેમની વહીવટી કુનેહનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.'
માત્ર ભૌગોલિક એકતા જ નહીં, પરંતુ સાંસ્કળતિક એકતાના પણ સરદાર સાહેબ -ખર હિમાયતી હતા. આઝાદી મળ્યા પછી તત્કાલીન સરકારો ‘સેકયુલારિઝમ' ના નામે ભારતની મૂળ અસ્મિતાને દબાવવાનો પ્રયાસ કરતી હતી, ત્યારે સરદાર સાહેબે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારનો સંકલ્પ કરીને ‘સાંસ્કળતિક રાષ્ટ્રવાદ' નો પાયો નાખ્યો હતો. સાંસ્કળતિક રાષ્ટ્રવાદ ના એ પાયા ઉપર એલ કે અડવાણીજી દ્વારા સોમનાથ થી અયોધ્યા રથયાત્રા કાઢવામાં આવી જેણે દેશ ની પ્રજા ને પોતાના સાંસ્કળતિક વારસા અને આવનારા વિકટ સમય માં પોતાના અસ્તિત્વ માટે જાગળત કરી. આ નવજાગરણ ના આંદોલન -ક્રાંતિ ને આગળ વધારી પોતાના પ્રચંડ પુરુષાર્થ દ્વારા લોકનાયક નરેન્દ્રભાઈ મોદીએ સદર પટેલને, રાષ્ટ્રને, હિન્દુત્વને ને અન્યાય કરનાર કોંગ્રેસ ને ઐતિહાસિક અભૂતપૂર્વ રીતે હરાવી દેશ ની સત્તા ઉપર થી દુર કરી મહાનાયક સરદાર પટેલ ને સાચી શ્રદ્ધાંજલિ આપી છે.
આજના યુવાનોએ સરદાર સાહેબના જીવનમાંથી શું શીખવુ જોઈએ? તે અંગે માર્ગદર્શન આપતા રાજુભાઈ ધ્રુવ જણાવે છે કે, ‘સરદાર સાહેબનું જીવન એટલે ‘શબ્દો ઓછા અને કામ વધુ'. તેમણે કયારેય સમસ્યાઓ પ્રત્યે કકળાટ કર્યો ન હતો, પણ મૌન રહીને સમસ્યાઓનું સમાધાન લાવ્યા હતા. ૫૬૩ જવાડાંનું વિલીનીકરણ લોહીનું એક પણ ટીપું વહાવ્યા વગર કરવું, એ વિશ્વના ઇતિહાસની સૌથી મોટી કૂટનીતિક જીત હતી. આજની યુવા પેઢીએ સરદાર સાહેબ પાસેથી નિર્ણયશક્તિ અને રાષ્ટ્ર માટે સમર્પણની ભાવના શીખવી જોઈએ.'
અંતમાં, રાજુભાઈ ધ્રુવે સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે તેમને ભાવાંજલિ આપતા કહ્યું છે કે, ‘જ્યાં સુધી ભારતના નકશા પર કેદારનાથ- કાશ્મીરથી કન્યાકુમારી અને ઓખાથી અરુણાચલપ્રદેશ કચ્છથી કોહિમા સુધી તિરંગો લહેરાતો રહેશે, ત્યાં સુધી આ દેશના કણ-કણમાં સરદાર સાહેબ જીવંત રહેશે. આજે આપણે સૌ સંકલ્પ લઈએ કે સરદાર સાહેબના સપનાના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના નિર્માણમાં આપણે પણ યથાશક્તિ યોગદાન આપીશું અને ભારતમાતા ના સાચા સંતાન બની લોકસેવા-રાષ્ટ્રસેવા-રાષ્ટ્રભક્તિ કરીશું તેમ જણાવી રાજુભાઇ ધ્રુવે રાષ્ટ્રનિર્માતા મહાન સરદાર પટેલ સાહેબને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પી છે.
(4:04 PM IST)










