<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

બાર એસોસીએશનની ચુંટણીમાં RBA પેનલના સમર્થનમાં દરરોજ ત્રણ ત્રણ સમાજોની મીટીંગોનો ધમધમાટ

રાજકોટ તા ૧૫: રાજકોટ શહેર બાર એસો.ની પ્રતિષ્ઠાભરી ચુંટણીમાં પ્રમુખ પદના જાગળત અને વકિલોના હમસફર સુમીત વોરા, ઉપપ્રમુખ બીમલ જાની, સેક્રેટર નિલેશ પટેલ, જો.સેક્રેટરી જયેન્‍દ્ર ગોંડલીયા, લાઈબ્રેરી સેક્રેટરી કેતન મંડ, ટેઝર પ્રગતિ માકડીયા તથા કારોબારી સભ્‍યો સંજય ડાંગર, સ્‍તવન મહેતા, ભાર્ગવ પંડયા, વિજય રૈયાણી, અશ્વિન રામાણી, સાગઠીયા હસમુખ, સાંકરીયા કલ્‍પેશ નિશા લુણાગરીયા, મીનલબેન સોનપાલ, રક્ષાબેન ઉપાઘ્‍યાયના સમર્થનમાં આજરોજ વિશાળ સંખ્‍યામાં આહિર સમાજ તથા કડીયા સમાજની મીટીંગ યોજાઇ ગયેલ હતી.

RBA ની ચુંટણી પ્રચાર પરાકાષ્ઠાએ પહોચી ગયેલ છે. દરરોજ બે થી ત્રણ મીટીંગોનું સફળતા પૂર્વક આયોજન થઈ રહેલ છે. RBA પેનલના દરેક સમાજને જોડીને ચાલનારો છે અને સુમીત વોરાની આગેવાની નીચે સમગ્ર ટીમ જીત તરફ જઈ રહી હોવાનો પેનલ તરફથી દાવો કરવામાં આવ્‍યો છે

આહિર સમાજના આગેવાનો રાજેશ જલુ, જગદીશ કુવાડીયા, કમલેશ કોઠીવાલ, હિતેશ વીરડા, હરેશ લાવડીયા, ઘનશ્‍યામ વાંક, અનિરૂધ્‍ધભાઈ મીયાત્રાએ તમામ સમાજના વકિલો તથા તેની સાથે જોડાયેલ તમામ વકિલોએ આ ચુંટણીમાં RBA પેનલના સમર્થનમાં મત આપવા અપીલ કરેલ હતી.

આ ઉપરાંત કડીયા જ્ઞાતીના મીટીંગમાં નીચે ‘‘આપા ગીગા''ના ઘોષ સાજે આક્રમકતાથી મીટીંગનો દોર, જયંત ગાંગાણી, તેજસ ગાંગાણી, જયેશ ટાંક, જગદીશ રાઠોડ, જીતેન્‍દ્ર મારૂ, વળજલાલ સોલંકી, દીલીપ ગાંગાણી, જગદીશ ચોટલીયા, સુનીલ વાઢેર, કલ્‍પનાબેન ખોલીયા, ચાંદનીબેન જાવીયા, જયદીપભાઈ રાઠોડ, રવિભાઈ ભરાવડા, દીલીપ ધનાણીએ પ્રાસંગીક પ્રવચનો કરેલ અને સમાજના પરેશ મારૂ RBA ટીમમાં હોય તમામે એક તરફી મતદાન કરવા જણાવેલ હતું.

આ સમગ્ર સંચાલન બાર કાઉન્‍સીલના દીલીપ પટેલ, પરેશ મારૂ, દીલીપ મહેતા, હિતેશ દવે, વીમલ ડાંગર, વીરેન વ્‍યાસ, ધર્મેશ સખીયા, યોગેશ ઉદાણી, એન.આર.જાડેજા, આર.ડી. ગોહીલ સહિતના આગેવાનો ચુંટણીની વ્‍યવસ્‍થા સંભાળી રહેલ છે. 

(3:32 PM IST)