News of Monday, 15th December 2025
સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં રૂા.૧.૫૫ લાખના દેશી દારૂ ભરેલી કાર કબ્જે
થોરાળા પોલીસે પીછો કરી કાર ઝડપી લીધીઃ ચાલક નાસી ગયો

રાજકોટ, તા.૧૫: થોરાળા નજીક સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝ મેઇન રોડ પર થોરાળા પોલીસે પીછો કરી રૂા. ૧.૫૫ લાખનો દારૂ ભરેલી આઇ-૨૦ કારને પકડી પાડી હતી. પોલીસને જોઇ ચાલક ફરાર થઇ ગયો હતો.
મળતી વિગત મુજબ ભાવનગર રોડ પર થોરાળ પોલીસ મથકના પી.એસ.આઇ. એમ.એસ. મહેશ્વરી, કોન્સ શૈલેષભાઇ નેચડા સહિત પેટ્રોલિંગમાં હતા. ત્યારે સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝ મેઇન રોડ પર પસાર થતી એક આઇ-૨૦ કાર ચાલકે પોલીસને જોઇ કાર ભગાવી હતી. શંકા જતા પોલીસ સ્ટાફે તેનોપીછો કર્યો હતો. બાદ સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં ચાલક કાર રેઢી મુકી ભાગી ગયો હતો. પોલીસે કાર પાસે જઇ તલાશી લેતા કારમાંથી રૂા.૧.૫૫ લાખના દેશી દારૂ સાથે આઇ-૨૦ કાર કબ્જે કરી હતી. પોલીસે દેશી દારૂ તથા કાર મળી રૂા.૩.૫૫ લાખનો મુદામાલ કબ્જે કરી ચાલકની શોધખોળ હાથધરી હતી.
(4:04 PM IST)










