News of Monday, 15th December 2025
સ્થાનકવાસી સંઘાણી સંઘ રાજકોટ દ્વારા ગુરૂ ગુણ સ્મૃતિ ધર્મ મહોત્સવ સંપન્ન
ગુજરાતરત્ન પૂ.સુશાંતમુનિ મ.સા. સદગુરૂદેવ પૂ.પારસમુનિ મ.સા., ગાદીપતિ પૂ.પંથકમુનિ મ.સા. તથા સતીવૃંદની નિશ્રા

રાજકોટ તા.૧૫: શ્રી સંઘાણી સંપ્રદાયના ચારિત્રપ્રવર ગુરુવર્ય શાસન પ્રભાવક પરમ પૂજ્ય બા.બ્ર નરેન્દ્રમુનિ મહારાજ સાહેબના સુશિષ્યા પંડિત રત્ના બા.બ્ર. જયાબાઈ મહાસતિજી તથા પ્રવર્તિની સરલાત્મા બા.બ્ર. જયવિજયાબાઈ મહાસતિજીની પુણ્યતિથિ અવસરે ચતુર્વિધ સંધની પ્રેરક ઉપસ્થિતિમાં ગુરુ ગુણ સ્મળતિ ધર્મ મહોત્સવ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવાયો. સંઘ દ્વારા તા.-૧૩ થી તા.૧૭ સુધી તપ- જપ તથાં વિવિધ પ્રકારના ધર્મ અનુષ્ઠાન કરાવવામાં આવેલ.
તા.૧૪ ના રવિવારે જૈન ર્બોડિંગ મધ્યે શ્રી મહાવીર હોલમાં ગુરુ ગુણ સ્મળતિ ધર્મ મહોત્સવનું ઐતિહાસિક ભવ્ય એવમ્ દિવ્ય આયોજન કરવામાં આવેલ. આ અવસરે ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયના ગુજરાત રત્ન પૂજ્ય ગુરુદેવ શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબ, સદગુરુ દેવ પૂજ્ય શ્રી પારસમુનિ મહારાજ સાહેબ, સંઘાણી સંપ્રદાયના ગાદીપતિ પૂજ્ય ગુરુદેવ શ્રી પંથકમુનિ મહારાજ સાહેબ તેમજ સંઘાણી સંપ્રદાયના પ.પૂ.સાધનાબાઈ મહાસતિજી આદિ ઠાણા , શાસન ચંદ્રિકા પ.પૂ. હિરાબાઈ મહાસતિજીના સુશિષ્યા પ. પૂ. જ્યોતિબાઈ મહાસતિજી , તપસ્વી રત્ના, પ્રખર વ્યાખ્યાતા પ.પૂ. સ્મીતાજી મહાસતિજી ,પરમ શ્રદ્ધેય પૂજ્ય ગુરુદેવ શ્રી ધીરજમુનિ મહારાજ સાહેબના આજ્ઞાનુવર્તી પ. પૂ. વીણાબાઈ મહાસતિજી , શ્રી અજરામર સંપ્રદાયના પ. પૂ. હંસાબાઈ મહાસતિજી.આદિ વિશાળ પ્રમાણમાં પૂજ્ય સતિજીઓ ઉપસ્થિત રહેલ. ગૌરવવંતા શ્રી ગોંડલ સંઘાણી સંપ્રદાયના પ્રમુખ અશોકભાઈ કોઠારીની આગેવાની હેઠળ આ અદભૂત ગુણોત્સવનું આયોજન કરવામાં આવેલ.
આ દિવ્ય આયોજનની મંગલમય શુભ પ્રારંભ ગુજરાત રત્ન પૂજય ગુરુદેવ શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબનાં શ્રીમુખે મંગલાચરણ દ્વારા કરવામાં આવેલ, સંઘાણી સંપ્રદાયના વર્તમાન ગાદીપતિ પૂજ્ય ગુરુદેવ શ્રી પંથકમુનિ મહારાજ સાહેબે... પૂજ્ય ગુરુણીમૈયાના જન્મથી લઈ અંતિમ સમયની સાધના સુધીની સફરની જીવન ઝાંખી કરાવી પોતાના ભાવોમાં ગુણાંજલિ અર્પણ કરેલ.
જૈન ભોજનાલયનાં પ્રણેતા સદગુરુ દેવ પૂજ્ય શ્રી પારસમુનિ મહારાજ સાહેબે... પૂજ્ય ગુરુણીમૈયાએ જે રીતે પોતાના જીવનમાંથી કોઈ પ્રેરણા લે એવાં ભાવો ટીટોડી પક્ષીના દષ્ટાંત દ્વારા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે કોઈ પણ કાર્યમાં સલાહ નહીં પણ સહકાર આપો, સહકારથી સિધ્ધી પ્રાપ્ત થાય છે.
પ્રવર્તિની પ.પૂ સાધનાબાઈ મહાસતિજીએ, મધુર વક્તા પૂજ્ય સોનલબાઈ મહાસતિજી, વૈયાવચ્ચ પ્રેમી, સુમધુર વ્યાખ્યાતા પૂજ્ય ભારતીબાઈ મહાસતિજી તથા સેવાભાવી પૂજ્ય હિનાબાઈ મહાસતીજીએ પૂજ્ય ગુરુણીમૈયાના એક એક ગુણોને યાદ કરી જય જયકાર કરાવેલ.
આ તકે ગાદીપતિ પ. પૂ. ગુરુદેવ શ્રી પંથકમુનિ મહારાજ સાહેબની શુભ પ્રેરણાથી દાતાશ્રીઓમાં તેમનાં અનુયાયી પાંચ ગુરુ ભક્ત , ઉદારદિલા દાનવીર જીતુભાઈ બેનાણી , પૂજ્ય મહાસતિજીની શુભ પ્રેરણાથી..શ્રી સંઘાણી પરિવારનાં દાતાશ્રીઓ એવમ્ શ્રી સંઘવી પરિવારનાં દાતાશ્રીઓ તેમજ લાઠીયા પરિવાર આદિ અનેક ભાવિકોએ પોતાનું યોગદાન આપેલ.
આ શુભ મંગલમય અવસરે ગોંડલ સંઘાણી સંઘ, રાજકોટ સંઘાણી સંઘ, રાજકોટ નૂતનગુરુ વૈયાવચ્ચ સંઘ, કાલાવાડ સંઘ, રાજકોટ શ્રી રોયલ પાર્ક સ્થા. જૈન મોટા સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઈ શેઠ, શેઠ ઉપાશ્રયનાં ટ્રસ્ટી નયનાબેન શેઠ- રિધ્ધિબેન બાવિશી, રાજકોટ સ્થા.જૈન મોટા સંઘના મંત્રી કમલેશભાઈ મોદી, શ્રી અજરામર સંઘનાં પ્રમુખ મધુભાઈ ખંધાર, નેમિનાથ વિતરાગ સંઘના પ્રમુખ ભરતભાઈ દોશી ,ગીતગુર્જરી સંઘના ટ્રસ્ટી શિરિષભાઈ બાટવીયા , સરિતા વિહાર સંઘ, સત્કાર્ય સેવા સમિતિના સંયોજક રાકેશભાઈ ડેલીવાળા, નિતીનભાઈ મહેતા, અજયભાઈ વખારીયા, શ્રી મનહર પ્લોટ સંઘનાં પ્રદિપભાઈ આદિ સંઘોના પ્રતિનીધીઓ સવિશેષ ઉપસ્થિત રહેલ તેમજ પૂજ્ય ગુરણીમૈયાને ગુણાંજલિ અર્પણ કરવા માટે ગામે-ગામથી વિશાળ પ્રમાણમાં ભાવિકો ઉપસ્થિત રહેલ. કાર્યક્રમનું સંચાલન મેહુલ રવાણીએ કર્યું હતું તેમ સંઘ પ્રમુખ અશોકભાઇ કોઠારીની યાદી જણાવે છે
(3:50 PM IST)










