<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

મહાવિનાશક એટમ બોમ્‍બના સર્જક યહુદી વિજ્ઞાનીક જે. રોબર્ટ માટે આપણો ધર્મગ્રંથ ગીતા પ્રેરણાષોત બનેલ

સમગ્ર વિશ્વની પ્રજા એટમ બોમ્‍બનું નામ સાંભળતા જ થરથર ધ્રુજે છે  : મહા વિનાશક બોમ્‍બનો જન્‍મ દાતા યહુદી વિજ્ઞાનીક જે. રોબર્ટ ઓપેન્‍હાઈસર અમેરીકન નાગરીક હતા તે બચપનથી અભ્‍યાસમાં ખુબ જ તેજસ્‍વી હતો તેને માત્ર ૧૭ વર્ષની ઉંમરે હાવર્ડ યુનીવસીર્ટીનો અભ્‍યાસ પૂર્ણ કરી વિજ્ઞાનના ઉચ્‍ચ અભ્‍યાસ માટે વિશ્વ પ્રસિધ્‍ધ કેમ્‍બ્રીજમાં પ્રવેશ લઈ ભૌતીકશાષા ક્ષેત્રે મહત્‍વની શોધ કરી અમેરીકાની વિજ્ઞાનીકોની કલબમાં પ્રવેશ મેળવેલ : ગીતાનો વિરોધાભાસ પણ ગજબ છે. સમગ્ર વિશ્વને શાંતીને અહિંસા અમુલ્‍ય શસ્‍ત્ર આપનાર મહાત્‍મા ગાંધી પણ ગીતાને તારણહાર પ્રેરણાષોત ગણતા અને સમગ્ર વિશ્વને મહા વિનાશના કીનારે ઉભું કરી દેનાર જે. રોબટે પણ ગીતાને પોતાનો મહાન પ્રેરણાષોત ગણતો

જન જાગૃતિ અભિયાન મંચના પ્રમુખશ્રી તખુભા રાઠોડ મહા વિનાશક અણુ બોમ્‍બના જન્‍મદાતા જે.રોબર્ટ ઓપેન્‍ટાઈસરને હિન્‍દુ સનાતન ધર્મનો વિશ્વ પ્રસિધ્‍ધ ધાર્મિક ગ્રંથ ગીતાના સાર માંથી મળેલ નવજીવનને અણુ બોમ્‍બની પ્રેરણાની રસપ્રદ બાબત વાંચકોને જણાવે છે.

બે વિશ્વ યુધ્‍ધ ના અતિ ભયાનક પરીણામો બાદ પણ વિશ્વના કદાવર દેશોએ પણ શીખ લીધી હોઈ તેવું જણાતું નથી કારણ હાલ અનેક દેશો વચ્‍ચે યુધ્‍ધ જંગ ચાલુ છે આવા યુધ્‍ધ જંગ ગમે તે સમયે ત્રીજા વિશ્વ યુધ્‍ધ તરફ વળી શકે તો વિશ્વમાં કેવો મહાવિનાશ થાય તે બાબત તરફ સતત મનોમંથન કરતા યુધ્‍ધ અભ્‍યાસ ના તજજ્ઞો દુનીયાના દેશોને સતત ચેતવી. વિશ્વને એના નશીબ ઉપર છોડી દે છે.

આપણી મુળ વાત છે મહાવિનાશક એટમ બોમ્‍બના શોધક જે. રોબર્ટે અને તેના ઉપર આપણો ભવ્‍ય ધાર્મિક ગ્રંથ ગીતાની અસર અને પ્રેરણાની આ અતિ ખતરનાક અણુ બોમ્‍બનો જન્‍મદાતા યહુદી વિજ્ઞાનીક જે. રોબટે ઓપેન્‍ટાઈસર બચપણથી અભ્‍યાસમાં ખુબ જ હોશીયાર તેજસ્‍વી અને સખ્‍ત

મહેનતું હતો ને અતિ ધનવાન પરિવારનો પુત્ર હતો જે. રોબર્ટે માત્ર સતર વર્ષની વયે હાવર્ડ યુનીવસીર્ટીનો અભ્‍યાસ પૂર્ણ કરી વધુ ઉચ્‍ચ અભ્‍યાસ માટે વિશ્વની બેસ્‍ટ યુનીવસીર્ટી કેમ્‍બ્રીજમાં વિજ્ઞાનના અભ્‍યાસ માટે પ્રવેશ લઈ વધુ અભ્‍યાસ શરૂ કરેલ આ અભ્‍યાસ દરમ્‍યાન જ રોબર્ટે ભૌતીક શાષ ક્ષેત્રે મહત્‍વની શોધ કરી વિશ્વના મહાન વિજ્ઞાનીક બનવામાં રસ્‍તા ઉપર પ્રવાસ શરૂ કરેલ.

ઉચ્‍ચ અભ્‍યાસ સમયે જ એક અતિ સુંદર સ્‍વરૂપવાન યુવતી જીન ટેટલોકના સંપર્કમાં આવ્‍યો અને આ સંપકે ગાઢ પ્રેમમાં રૂપાંતર થઈ ગયો રોબર્ટે જીન ટેટ લોકનો આંધળો પ્રેમી બની ગયો ને રોબટેનો અતિ કઠીન કાળ શરૂ થયો આ યુવતી અતિ બેવફાને રંગીલા મીજાજની ને ઐયાશી નીકળતા રોબર્ટે માનસીક રીતે ભાગીને ભુકો થઈ ગયો ને રોબર્ટની જીંદગી બેફામ નશા તરફ વળી ગઈ બેફામ દારૂ અને સીગારેટના નશામાં ડુબી ગયો મીત્રો અને શુભચિતકો એ રોબર્ટને આ દુઃખ માંથી છોડાવા માનસીક રોગના પ્રસીધ્‍ધ તબીબો પાસે સારવાર કરાવી પણ રોબર્ટના દિલનો ધા એટલે ઉંડો અને તીવ્ર હતો કે દવા બેઅસર રહી બાદમાં રોબર્ટેના કેટલાક અતિ ધાર્મિક મીત્રો એ રોબર્ટને સલાહ આપેલ કે આ રોગની દવા-ઉપાય ભારતના ભવ્‍ય ધાર્મિક ગ્રંથ ગીતામાં શ્રી કૃષ્‍ણએ જણાવેલ છે મોહ, માયા, કામ શું છે જો કૃષ્‍ણની ગીતાનુ જ્ઞાન રોબર્ટના મનમાં ઉતરી જાય તો જ રોબર્ટે આ રોગ માંથી મુકત બની શકે પણ તે સમયે અંગ્રેજીમાં અનુવાદવાળી ગીતા મળવી અતિ કઠીનને લગભગ અશક્‍ય હતી.

રોબર્ટે ખુબ જ હોશીયાર બાહોશને જીનીયસ તો હતો જ સંસ્‍કૃતનો જાતે જ અભ્‍યાસ કરી ગીતાનું ઉડાણપૂવેક મનન મંથન કરી મોહ માયા માંથી મુકત બની પ્રખર વિજ્ઞાનીક બનવો ઉભો થઈ ગયેલ. આ છે આપણા ભવ્‍ય અને જાજરમાન ધાર્મિકગ્રંથિ ગીતાની કમાલ.

સને. ૧૯૪૨ પછી બીજા વિશ્વ યુધ્‍ધના નગારાથી ધીમે ધીમે વિવિધ દિશા માંથી વાગવા લાગેલ ઉભી થઈ રહેલી પરિસ્‍થિતિને લક્ષમાં રાખી અમેરીકાના પ્રમુખ રૂઝવેલ્‍ટે તેના અતિ અંગત વફાદાર આર્મીના જનરલ લેસ્‍લી ને વિનાશક બોમ્‍બ બનાવવાની ખાસ જવાબદારી સોપેલ.

જનરલ લેસ્‍લીએ વિનાશક બોમ્‍બ બનાવવા હોનહાર વિજ્ઞાનીકોની શોધમાં હતા તેની નજરમાં રોબર્ટે આ કામમાં સંપૂર્ણ યોગ્‍ય લાગતા અતિ મહત્‍વકાંક્ષી પ્રોજેકટની સંપૂર્ણ જવાબદારી રોબટેને સોપવામાં આવી અને રોબર્ટની મદદ માટે દેશના નામી અનામી વિજ્ઞાનીકોની ફોજ ખડી કરી દીધી આ અતિ વિનાશક બોમ્‍બ બનાવવાનું સ્‍થળ મેકસીકોનું અતિ વિશાળ રણ પસંદ થયેલ અને આ રણમાં સંપૂર્ણ સવલતવાળી વિશાળ નગરી ઉભી કરવામાં આવેલ રોબર્ટની આગેવાની નીચે વિજ્ઞાનીકોની ટીમે રાત દિવસની સખ્‍ત મહેનત બાદ ત્રણ વર્ષના અંતે રોબર્ટને તેની વિશાળ ટીમને અતિ વિનાશક અણુ બોમ્‍બ બનાવવામાં સફળ થયેલ આ વિશાળ સંશોધન સમયે જે વિજ્ઞાન ડેવલપ થયું તેમાં માઈક્રોસો ચીપ્‍સ લેસર ને લેસરથી ચાલતા એમ.આર.આઈ. જેવા ઉપકરણો દર્દીને તબીબો માટે વરદાન સાબીત થયા અતિ વિનાશક બોમ્‍બ સને. ૧૯૪૫ ના ૬ ઓગષ્ટ ને ૯ ઓગષ્ટે હિરોશીમાને નાગાસાકી ઉપર ફેકવામાં આવેલ અને તેના મહાવિનાશક પરીણામો દુનીયાએ જોયા છે જેથી આજપણ સમગ્ર માનવ જગત અણુ બોમ્‍બનું નામ સાંભળતા જ થરથર કાપે છે.

મહા વિનાશક અણુ બોમ્‍બ ના જન્‍મદાતા તરીકે જે. રોબટેનું નામ જાહેર થયાબાદ વિશ્વના અખબાર જગતના કેમેરા સામે રોબર્ટ એ ખુબ જ ભાવુક થઈ આંખમાં આસું સાથે શ્રી કૃષ્‍ણએ અર્જુનને કહેલ ગીતા શ્‍લોકથી કહેલ NOW I HAVE BECOME DEATH I AM THE DESTROYER OF THE WORLDS. હુ મૃત્‍યુ છું હજુ જ પૃથ્‍વીનો વિનાશક છું ગીતા અધ્‍યાય -૧૧ શ્‍લોક- ૩૨૭

રોબટેની ગીતા ઉપરની શ્રધ્‍ધાને આસ્‍થા આ પ્રસંગે છલકાઈ છે અમેરીકાના પ્રમુખ ફ્રેન્‍કવિન રૂઝવેલ્‍ટના મૃત્‍યુ બાદ અંજલી આપતા ગીતાના ૧૭ માં અધ્‍યાયનો ૩ જો શ્‍લોક ટાંકી જણાવેલ માણસ શ્રધ્‍ધા રાખીને જ વિકાસ કરી શકે છે જેની જેમાં જેવી શ્રધ્‍ધા તેનો તેવો વિકાસ થાય.

રોબર્ટે મહાભારતમાં વર્ણવેલ 'બ્રહમાશસ્‍ત્ર' ને પ્રાચીન યુગનો અણુ બોમ્‍બના વિસ્‍ફોટ માનતા રોબટેના ગીતા તરફ અનહદ ને અખુટ શ્રધ્‍ધાના કારણે શુભ અશુભ પ્રસંગોએ રોબટે મીત્રો શુભચિતકોને ભેટ સ્‍વરૂપે ગીતા ગ્રંથ આપતો.

ગીતાનો વિરોધાભાસ પણ અજબ છે સમગ્ર વિશ્વને અહિસાને શાંતી જેવું અતિ મુલ્‍યવાન શષ આપનાર પૂ. ગાંધી બાપુ પણ ગીતાને તારણહાર ગણતા ને સમગ્ર વિશ્વને મહા વિનાશના કાંઠે ઉભું કરી દેનાર જે. રોબર્ટે પણ ગીતાને નવજીવન આપનારને પ્રેરણાષોત માનતા.

રોબર્ટ ઓપેન્‍હાઇસર

કેમ્‍બ્રીજમાં અભ્‍યાસ સમયે રોબર્ટ એક સ્‍વરૂપવાન યુવતી જીન ટેટ લોકના પ્રેમમાં પાગલ બનેલ આ યુવતિ બેવફા નિકળતા રોબટે ભયંકર માનસીક રોગોનો ભોગ બનેલ રોબટેને વિશ્વનો મહાન ધાર્મિક ગ્રંથ ગીતાના અભ્‍યાસ મનન નાખતા માનસીક રોગમાંથી ગીતાના જ્ઞાનથી મુકિત મેળવી ને અણુ બોમ્‍બ નવજીવન આપનારને પ્રેરણાસ્‍ત્રોત માનતો અને જણાવતો માનવ માત્રને તેની મંથનથી જ્ઞાનથી જીંદગી બરબાદ કરી શોધેલ. જે. રોબટે ધાર્મિક ગ્રંથ ગીતાને વર્તમાનની તમામ સમસ્‍યા ચિંતા ભય વગેરેના

નકર સચોટ ઉપાય માત્ર ગીતામાં ᅠજ છે.

વિશ્વનો મહાવિનાશક અણુ બોમ્‍બ અમેરીકાએ જે. રોબર્ટે અને તેની ટીમે મેકસીકોના વેરાન રણમાં ઉભી કરેલ અતિ

આધુનીક લેબોરેટરીમાં બનાવેલ.

આ અતિ વિનાશક એટમ બોમ્‍બ બીજા વિશ્વ યુધ્‍ધ માં સને. ૧૯૪૫ ના ૬ ઓગષ્ટ ને ૯ ઓગષ્ટે હીરોશીમાને નાગાસાકી ઉપર ફેકી બને શહેરો સ્‍મશાન ભુમી બનાવી દીધેલ અણુ બોમ્‍બની વિનાશક તાકાતથી સમગ્ર વિશ્વ શોકમાં ડુબી ગયેલ

સંકલન

તખ્‍તસિંહ (તખુભા) રાઠોડ

મો. ૯૮૨૪૨ ૧૬૧૩૦

(3:50 PM IST)