News of Monday, 15th December 2025
‘રાઇઝિંગ રાજકોટ' - વિકાસપથ પર શહેરના વિકાસની ૨૦ વર્ષની ગૌરવગાથા પ્રદર્શન બહોળો પ્રતિસાદ
છેલ્લા ૬ દિ' : મવડીના દર્શનાબેન વાઘેલાએ પ્રદર્શનની મુલાકાત લીધી હતીઃ અત્યાર સુધીમાં ૭૫૦૦૦થી વધુ શહેરીજનોએ નિહાળયુ પ્રદર્શન આગામી તા.૨૧ડિસેમ્બર સુધી રોજ સવારે ૧૦ થી રાત્રીના ૧૦ દરમ્યાન ખુલ્લું રહેશે

રાજકોટ, તા.૧૫: મહાનગરપાલિકા દ્વારા ડો. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી રેસકોર્ષ ખાતે ‘રાજકોટની શહેરી વિકાસ યાત્રા-૨૦ વર્ષની યશોગાથા'-પ્રદર્શનનો શુભારંભ તા.૨૨/ના રોજ કરવામાં આવેલ. ડો. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી, રેસકોર્ષ ખાતે ‘રાજકોટની શહેરી વિકાસ યાત્રા-૨૦ વર્ષની યશોગાથા' પ્રદર્શનનું તા.૨૨-નવેમ્બરથી તા.૨૧-ડિસેમ્બર સુધી આયોજન કરવામાં આવેલ છે. જેનો સમય સવારે ૧૦ થી રાત્રીના ૧૦ વાગ્યા સુધીનો રહેશે. ખુલ્લું મુકયાથી અત્યાર સુધીમાં ૭૫૦૦૦થી વધુ શહેરીજનોઅપ્રદર્શનની મુલાકાત લીધી અને નાગરિકો તરફથી પ્રદર્શન અંગે ઉત્સાહ, પ્રશંસા અને ગૌરવભર્યો પ્રતિસાદ મળી રહ્યો છે.
રાજ્ય સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગળહ નિર્માણ વિભાગના મંત્રી દર્શનાબેન વાઘેલાએ તા.૧૪ને રવિવારના રોજ ‘રાઇઝિંગ રાજકોટ' પ્રદર્શનની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ પ્રદર્શનમાં દર્શાવાયેલી વિકાસકામોની વિસ્તળત માહિતી મેળવી અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના સુસંગત અને આયોજન બદ્ધ વિકાસ માટે કરવામાં આવેલી કામગીરીને બિરદાવી હતી. આ અવસરે રાજકોટ મહા નગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર મહેશ જાની, ચેતન નંદાણી અને સમીર ધડુક દ્વારા મંત્રીશ્રીને સમગ્ર પ્રદર્શનની વિસ્તળત માહિતી આપી હતી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ‘રાઈઝિંગ રાજકોટ' પ્રદર્શનમાં AI ની મદદથી આપણા દેશના વડાપ્રધાન સાથે ફોટો પાડવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે જ્યાં માન. મંત્રીશ્રીએ તસ્વીર ખેંચાવી હતી.
(3:52 PM IST)










