<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

મોરબી-રાજકોટની સોશિયલ મિડીયા ઇન્‍ફલુએન્‍સર બે યુવતિએ રેસકોર્ષમાં ફિનાઇલ ગટગટાવી લીધું

અમને બહુ ત્રાસ આપ્‍યો છે, તમારા હિસાબે અમે મરી જઇએ છીએ... ઇન્‍સ્‍ટાગ્રામ લાઇવમાં ધમકી અપાતી હોવાને કારણે કંટાળીને પગલુ ભર્યાનું કહ્યું: વિડીયો વાયરલઃ હાલ કોઇ વિરૂધ્‍ધ ફરિયાદ નથી કરવી તેમ કહેતાં પોલીસે નિવેદન નોંધ્‍યા

રાજકોટ તા. ૧૬: પોતાને સોશિયલ મિડીયા ઇન્‍ફલુએન્‍સર તરીકે ઓળખાવતી મોરબી અને રાજકોટની બે યુવતિએ રેસકોર્ષમાં ઇન્‍સ્‍ટાગ્રામમમાં રીલ-વિડીયો મુકી ફિનાઇલ પી લેતાં બંનેને ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરાઇ હતી. પોતાને અન્‍ય બે યુવતિ સહિતના ઇન્‍સ્‍ટાગ્રામ લાઇવના મુદ્દે ધમકી આપી હેરાન કરતાં હોવાથી આ પગલુ ભર્યાનું તેણીએ પોલીસને કહ્યું હતું. જો કે હાલ કોઇ વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાવવી નથી તેમ કહ્યું હતું.

જાણવા મળ્‍યા મુજબ મોરબી રહેતી અનીશા અસલમશા સૈયદ (ઉ.વ.૩૬) અને રાજકોટ નાના મવા રોડ આરએમસી ક્‍વાર્ટરમાં રહેતી તેની બહેનપણી પ્રિયા ઉર્ફ પિહુ મેહુલભાઇ ચોૈહાણ (ઉ.વ.૩૩)એ ગત સાંજે રેસકોર્ષ બગીચા પાસે ફિનાઇલ પી લીધી હતી. બંને ફિનાઇલ પીતી હોય તેવો વિડીયો ઇન્‍સ્‍ટાગ્રામમાં વહેતો થતાં પોલીસે દોડધામ આદરી હતી. દરમિયાન આ બંને બહેનપણીની ખાનગી હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડતાં પ્ર.નગરના પીએસઆઇ કે. કે. ચાવડા સહિતે પહોંચી નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

પોલીસે જણાવ્‍યું હતું કે અનીશા અને પીહુ મિત્ર છે. અનીશાની અગાઉ રીધ્‍ધી નામની યુવતી સાથે મિત્રતા થઈ હતી ત્‍યાર બાદ  રીધ્‍ધી મારફત સોનુ સાથે મિત્રતા થઈ હતી.ઇન્‍સ્‍ટાગ્રામ લાઈવમાં તેમજ ટુંકા વષાો પહેરી વિડિયો ઉતારવા બાબતે વિવાદમાં તેને વિડિયો ડિલિટ કરી નાખવાનું કહીં ધમકી અપાતા બંને ડરી જતાં અને અગાઉ બંને મુંબઈ ફરવા ગઈ હતી ત્‍યાં પણ પરેશાન કરવામાં આવ્‍યાનો આક્ષેપ બંનેએ કર્યો હતો. હાલ કોઇ વિરૂધ્‍ધ ફરિયાદ કરી નથી. બંનેએ પોતે સોશિયલ મિડીયા ઇન્‍ફલુએન્‍સર હોવાનું પોલીસને જણાવ્‍યું હતું.  વાયરલ વિડીયઓમાં  તેણીએ અલગ અલગ નામો પણ આપ્‍યા છે અને તમે અમને બહુ ત્રાસ આપ્‍યો છે, તમારા હિસાબે અમે મરી જઇએ છીએ કહી ફિનાઇલ પીતી દેખાઇ રહી છે.

(2:19 PM IST)