<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

માનવ કૌલ લિખિત-નિર્મિત ‘જો ડૂબા સો પાર' માટે રાજકોટનો અભૂતપૂર્વ પ્રતિસાદ

મ્‍યુઝિકલ નાટક લાઈવ સંગીત અને ગીતો સાથે, ટીમનો દરેક કલાકાર ૩૦ વર્ષથી નાનોઃ યુવાનો દ્વારા રચાયેલું તદ્દન નવા અંદાજનું સંગીત યુવાનોને ડોલાવશે : હેમુ ગઢવી હોલ ખાતે ૨૦મી ડિસેમ્‍બરે શનિવારે યોજાશે લાઈવ સંગીત અને ગીતો સાથેનું નાટક : નાટકની ટિકીટ મો.૮૪૯૦૦ ૮૨૪૦૭ અને બુકમાય શો પરથી મળશે

રાજકોટઃ શહેરમાં સૌપ્રથમ વાર અમીર ખુસરોના જીવન પર એક અલગ પ્રકારનું ભવ્‍ય નાટક એટલે કે સંગીતમય દાસ્‍તાન ગોઈ થવા જઈ રહ્યું છે - જો ડૂબા સો પાર.  

નાટક અથવા કહીએ કે  આ મ્‍યુઝિકલ - ‘‘જો ડૂબા સો પાર'' સુવિખ્‍યાત બોલિવૂડ આર્ટિસ્‍ટ માનવ કૌલ (બારામુલ્‍લા, વઝીર, નેઇલ પોલીશ, બદલા, ત્રિભોવનદાસ સીએ ટોપર વગેરે) દ્વારા લખાયેલ અને નિર્મિત છે. સૂફી સંગીત, અદભુત વાર્તા અને અંદાઝે બયાં ,આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્‍તરે મળીને લગભગ ૨૬૭ જેટલા શોઝ, એકદમ નવી શૈલી થી સૂફી સંગીત , અને પ્રખ્‍યાત બોલિવૂડ કલાકારો દ્વારા પ્રસ્‍તુતી તો રાજકોટ આવું નાટક જોવાનું ચૂકતાં નહિ.  આ પ્રકારનું નાટક કદી રાજકોટમાં થયું નથી. અને જેમ આપ સહુએ વિદેહીના દરેક પ્રોજેક્‍ટસ ને વ્‍હાલથી વધાવ્‍યાં છે તેમ આ પ્રોજેક્‍ટમાં પણ એટલી જ મજા આવવાની છે.  

દાસ્‍તાંગોઈ એ ૧૩મી સદીની મૌખિક વાર્તા કહેવાની કલા સ્‍વરૂપ છે. દાસ્‍તાનની પર્શિયન શૈલી ૧૬મી સદીમાં વિકસિત થઈ હતી.દાસ્‍તાંગોઈના છાપેલા સૌથી જૂના સંદર્ભોમાંનો એક ૧૯મી સદીનો લખાણ છે જેમાં અમીર હમઝાના સાહસોના ૪૬ ગ્રંથો દાસ્‍તાન એ અમીર હમઝા શીર્ષક હેઠળ છે.

૧૯મી સદીમાં ભારતીય ઉપખંડમાં આ કલા સ્‍વરૂપ તેની પરાકાષ્ઠાએ પહોંચ્‍યું હતું અને ૧૯૨૮માં મીર બકર અલીના અવસાન સાથે તેનું મૃત્‍યુ થયું હોવાનું કહેવાય છે. દાસ્‍તાંગોઈને ૨૦૦૫માં ઇતિહાસકાર, લેખક અને દિગ્‍દર્શક મહમૂદ ફારૂકી દ્વારા પુનર્જીવિત કરવામાં આવ્‍યું હતું.  સૈયદ સાહિલ આગાએ ૨૦૧૦માં દાસ્‍તાંગોઈને સંગીત અને ગાયન સાથે જોડ્‍યા હતા.

દાસ્‍તાંગોના કેન્‍દ્રમાં દાસ્‍તાંગો અથવા વાર્તાકાર છે, જેનો અવાજ દાસ્‍તાન અથવા વાર્તાને મૌખિક રીતે ફરીથી બનાવવા માટેનું તેમનું મુખ્‍ય કલાત્‍મક સાધન છે. ૧૯મી સદીના નોંધપાત્ર દાસ્‍તાંગોમાં અંબા પ્રસાદ રાસા, મીર અહમદ અલી રામપુરી, મુહમ્‍મદ અમીર ખાન, સૈયદ હુસૈન જાહ અને ગુલામ રઝાનો સમાવેશ થાય છે.

આવી એક અદભુત વાયરલ વ્‍યક્‍તિત્‍વ, અમીર ખુસરોની વાતો સંગીતમય રીતે રજુ કરવા મુંબઈ અને દિલ્‍હી થી ટીમ આવી રહી છે. સંગીત, વાર્તા અને રમૂજ અને આધ્‍યાત્‍મ નો સુભગ સમન્‍વય એવો આ શો જોવા માટે ચોક્કસ પધારજો. અને હવે ટિકિટ ઝડપથી બુક કરાવજો. 

નાટકનો એકમાત્ર પ્રયોગ તા. ૨૦ ડિસેમ્‍બર, શનિવાર, રાત્રે ૯:૩૦ વાગ્‍યે, હેમુગઢવી હોલ, રાજકોટ ખાતે થશે. આ મ્‍યુઝિકલ નાઈટની નાટકની ટિકિટ  ૮૪૯૦૦ ૮૨૪૦૭ અને બુકમાઇશો પર મળી શકશે.

વિદેહી એન્‍ટરટેઇન્‍મેન્‍ટ ના આ પ્રયોગ માં તેમના સદાયના શુભ ચિતક અને દરેક ડગલેને પગલે સહાયક એવા અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા, દીવાદાંડી સમાન શ્રી નિમિષભાઇ ગણાત્રા અને સમગ્ર અકિલા પરિવારનો સહકાર સાંપડ્‍યો છે. આ ઉપરાંત જો ડૂબા  સો પાર નાટકના સપોર્ટર્સ તરીકે, એકવીફાઈ ડર્મા, એમજેઆર જ્‍વેલ્‍સ, અદાણી મસાલા, સેલસ હોસ્‍પિટલ, ઇન્‍વેસ્‍ટમેન્‍ટ ઓપશન્‍સ, તિરૂપતિ કુરિયર, પ્રભુ સ્‍નેહ બાય પ્રભુ ગ્રુપ, ફિનિક્‍સ રિસોર્ટ, હોબ્‍બો કેબ, અને આપણું રાજકોટ સોશ્‍યલ મીડિયા પાર્ટનર તરીકે છે.

(2:14 PM IST)