<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

૨૫૦૦, ૧૦ હજારના કમિશન માટે લાખોના ફ્રોડના નાણા માટે બેંક એકાઉન્‍ટ ભાડે દીધાઃ વધુ પાંચ ગુના નોંધાયા

કુલ ૧૦ શખ્‍સો વિરૂધ્‍ધ સાયબર ક્રાઇમ પોલીસે ચાર, ભક્‍તિનગર પોલીસે એક ગુનો નોંધ્‍યોઃ અત્‍યાર સુધીમાં ૨૧ ગુના દાખલ કરવામાં આવ્‍યા

રાજકોટ તા. ૧૬: લાખો કરોડોના સાયબર ફ્રોડની રકમ પોતાના બેંક એકાઉન્‍ટમાં જમા કરાવડાવી થોડુ ઘણું કમીશન ખાઇ ફ્રોડમાં ભાગ ભજવતાં શખ્‍સો વિરૂધ્‍ધ ઓપરેશન મ્‍યુલ હંટ હેઠળ રાજ્‍યભરમાં ગુના નોંધાઇ રહ્યા છે. આવા વધુ પાંચ ગુના સાયબર ક્રાઇમ અને ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશનમાં દાખલ થયા છે.

ભક્‍તિનગરના એએસઆઇ હર્ષભાઇ કે. માવદીયાની ફરિયાદ પરથી કોઠારીયા રોડ વિવેકાનંદનગર-૧૪માં રહેતાં સાગર પ્રફુલભાઇ રવરાણી અને ૮૦ ફુટ રોડ હુન્‍ડાઇના શો રૂમ સામે સત્‍યમ્‌ પાર્કમાં રહેતાં અમૃત અશોકભાઇ રાવલ વિરૂધ્‍ધ ઠગાઇથી મેળવાવેલા નાણા ચોરીના હોવાનું જાણવા છતાં પોતાના એકાઉન્‍ટમાં જમા કરાવી આર્થિક લાભ મેળવવાનો ગુનો નોંધાયો છે. હેર સલૂન ચલાવતાં સાગરને મિત્ર અમૃતે તારા બેંક એકાઉન્‍ટમાં ટ્રાન્‍જેકશન કરાવવાથી તને કમિશન મળશે તેવી લાલચ આપી રૂા. ૩,૬૨,૮૪૦ અને બાદમાં ૧૪૯૦૦ની રકમ જમા કરાવી હતી. જે ચેક મારફત સાગરે ઉપાડીને આપતાં તેને મિત્ર અમૃતે રૂા. ૨૫૦૦ કમિશન આપ્‍યું હતું. આમ બંનેએ ફ્રોડના નાણાની હેરાફેરી કરી હતી.

જ્‍યારે સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. સુધીરભાઈ સુતરિયાએ ફરિયાદી બની નોંધાવેલી ફરિયાદમાં જણાવ્‍યું છે કે આરોપી અંકુર કિરીટ સંચાણિયા (રહે. અરવિંદ મણિયાર શેરી  નં.૨૪, હુડકો)એ રૂા.૫ હજારની લાલચમાં પોતાના ઓળખીતા યશપાલ વાસુદેવ નિમાવતને પોતાનું બેન્‍ક એકાઉન્‍ટ આપી દીધું હતું. જેમાં સાયબર ફ્રોડના રૂા. ૧ લાખ જમા થયા હતા. જેથી બંને આરોપીઓ સામે ગુનો દાખલ કરાવાયો છે. ત્રીજા બનાવમાં પોલીસ કોન્‍સ્‍ટેબલ જયપાલસિંહ સોલંકીએ નોંધાવી છે. જેમાં જણાવ્‍યું છે કે આરોપી રણજિત જયંતીલાલ ખંડવી (રહે. મહાત્‍મા ગાંધી પ્‍લોટ શેરી નં.૨, પારેવડી ચોક) કડિયાકામની મજુરી કરે છે. જેણે મિત્ર હિરેન સોલંકીને પોતાનું બેન્‍ક એકાઉન્‍ટ માત્ર રૂા.૪ હજારનાં કમિશનની લાલચમાં આપી દીધું હતું. જેબેન્‍ક એકાઉન્‍ટમાં ગેમિંગ અને ફોડના રૂા. ૧૯.૨૬ લાખ જમા થયા હતા. જેથી આ બંને આરોપીઓ સામ ગુનો દાખલ થયો હતો.

ચોથા બનાવમાં હિતેષ હસમુખલાલ માંડલીયા (રહે. કરણપરા) અને સ્‍મીત મુકેશભાઈ ઝીંઝુવાડીયા (રહે. રૈયા રોડ નજીક)ની સામે ગુનો નોંધાયો છે. જેમાં જણાવ્‍યુંકે, ખાતા ધારકહિતેષનાબેંક ખાતામાં આવેલા રર લાખ ઉપાડી તેણે સ્‍મીતને આપતા તેને ૧૦ હજાર મળ્‍યા હતા. જ્‍યારે પાંચમાં કિસ્‍સામાં અલીઅસગર ગુલામહુશેન શેખ (ઉ.વ.૨૨, રહે. લક્ષ્મીનો ઢોળો) અને અમન સામે ગુનો દાખલ કરાયો છે. જેમાં જણાવ્‍યુ કે, સાયબર ફ્રોડન મેળવી વિડ્રો કરી લીધા હતા. ઉલ્લેખનીય છે કે અત્‍યાર સુધીમાં રાજકોટમાં આ પ્રકારના કુલ ૨૧ ગુના દાખલ થયા છે

(4:06 PM IST)