<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

પ્રહલાદ પ્‍લોટમાં મહિલાના મકાનમાં જૂના વાસણોની ચોરી કરનાર બે મહિલા પકડાઇ

એ-ડીવીઝન પોલીસ મથકના હેડકોન્‍સ મહેશભાઇ ચાવડા, કલ્‍પેશભાઇ બોરીચા અને કરણભાઇ વિરસોડીયાની બાતમીઃ તાંબા-પિતળના વાસણો કબ્‍જે

રાજકોટ, તા.૧૬: શહેરના પેલેસ રોડ પર આવેલા પ્રહલાદ પ્‍લોટમાં મહિલાના બંધમકાનમાં થયેલી જૂના તાંબા-પિતળના વાસણોની ચોરીનો ભેદઉકેલી એ-ડીવીઝન પોલીસે બે મહિલાને ઝડપી લીધી હતી.

મળતી વિગત મુજબ પ્રહલાદ પ્‍લોટ પાસે રહેતા વૃધ્‍ધ વેપારી અજયભાઇ દલ સુખભાઇ શાહ (ઉ.વ.૬૩)એ એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તેણે ફરિયાદમાં જણાવ્‍યું હતું કે તેઓ ગત  તા.૧૨ના રોજ પત્‍ની સાથે લગ્ન પ્રસંગમાં ગયા હતા. તેના ઘરનજીક તેના નાનાબહેન જે હાલ લંડન રહે છે. તેનું મકાન આવેલુ છે. જે હાલ બંધ છે. તેના મકાનની સામે બંગલામાં ચોકીદારે ફરિયાદીને ફોન કરી તમારા બહેનના ઘરમાં દરવાજાનું તાળુ તુટેલુ છે. ચોરીથઇ હોવાનું જણાવ્‍યુ હતું.  બાદ વેપારી પરત આવી પ્રહલાદ પ્‍લોટ નં.૭/૧૭ના ખુણા પાસે તેના બહેન હીનાબેનની ઘરે ગયા ત્‍યારે દરવાજાનું તાળુ તુટેલુ હતું અને ઘરમાં રૂા. ૫૮ હજારની કિંમતના જૂના તાંબા-પીતળના વાસણો કોઇ અજાણ્‍યા શખ્‍સો ચોરી ગયા હ હોવાની ખબર પડી હતી આ અંગે તેણે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયદા નોંધાવી હતી. પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરતા તેમાં એક મહિલા દેખાઇ હતી. પોલીસે આ મહિલાને પકડી પાડવા માટે તપાસ હાથધરી હતી દરમ્‍યાન રામનાથપરામાં બે  મહિલાઓ તાંબા-પિતળના વાસણો વેચવા આવી હોવાની હેડકોન્‍સ મહેશભાઇ ચાવડા, કલ્‍પેશભાઇ બોરીચા અને કરણભાઇ વીસોડીયાને બાતમી મળતા સ્‍ટાફ સાથે રામનાથપરા ભાણજી દાદાના પુલ પાસેથી લક્ષ્મી વીજયભાઇ સોલંકી (ઉ.વ.૨૫) અને સોનલ રાયધનભાઇ સોલંકી (ઉ.વ.૩૦) (રહે. બંને ચુનારાવાડ ચોક શેરી નં.૧) ને પકડી લઇ રૂા.૧૩ હજારની કિંમતના તાંબા-પિતળના વાસણો કબ્‍જે કરી તપાસ હાથધરી છે. આકામગીરી પી.આઇ.બી.વી. બોરીસાગરના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ડી.વાય.મહંત, એ.એસ.આઇ. બી.વી. ગોહિલ એમ.એસ. મકવાણા, હેડકોન્‍સ, કનુભાઇ બસીયા, કલ્‍પેશભાઇ બોરીચા, મહેશભાઇ ચાવડા, કરણભાઇ વિરસોડિયા, સાગરભાઇ માવદીયા, ધારાભાઇ વાનરીયા, કોન્‍સ ધર્મેશભાઇ ખાંડેખા તથા તેજસભાઇ ડેર દ્વારા કરવામાં આવી હતી.

(2:58 PM IST)