<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

આત્‍મનિર્ભર ભારત સંકલ્‍પ અભિયાન અંતર્ગત ‘વેપાર - ઉદ્યોગ સંમેલન' : હસ્‍તાક્ષર

રાજકોટ : રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, મહામંત્રી અશ્વિનભાઇ મોલીયા, વિરેન્‍દ્રસિંહ ઝાલાની સૂચના અનુસાર રાજકોટના ચારેય વિધાનસભામાં આત્‍મનિર્ભર ભારત સંકલ્‍પ અભિયાન અંતર્ગત ‘‘વેપાર-ઉદ્યોગ સંમેલન'' વિધાનસભાના ધારાસભ્‍યોની આગેવાનીમાં યોજવા સૂચના આપેલ. જે અંતર્ગત રાજકોટ દક્ષિણ વિધાનસભા-૭૦ ના ધારાસભ્‍ય રમેશભાઇ ટીલાળાની આગેવાનીમાં કોરાટ ચોક ખાતે આવેલ સીતારામ ફાર્મમાં ‘‘વેપાર-ઉદ્યોગ સંમેલન'' યોજાઇ ગયું. હર ઘર સ્‍વદેશી, ઘર ઘર સ્‍વદેશીના વ્‍યાપક પ્રચાર પ્રસાર માટે સંમેલન સ્‍થળે આત્‍મનિર્ભર ભારત સંકલ્‍પ અભિયાનના બેનર ઉપર હસ્‍તાક્ષર અભિયાન અંતર્ગત ડો. માધવ દવે, ધારાસભ્‍ય રમેશભાઇ ટીલાળા, ધારાસભ્‍ય  ડો. દર્શિતાબેન શાહ, પૂર્વ મેયર અને કોર્પોરેટર ડો. પ્રદિપ ડવ, શહેર ભાજપ ઉપપ્રમુખ અને કાર્યાલય મંત્રી હિતેશભાઇ ઢોલરીયા, વોર્ડ નં. ૧૪ ના પ્રભારી જીજ્ઞેશભાઇ જોષી સહિતનાઓએ હસ્‍તાક્ષર કર્યા હતા.

આ સંમેલનનું સંચાલન વોર્ડ નં. ૧૪ ના પ્રભારી જીજ્ઞેશભાઇ જોષીએ સંભાળ્‍યુ હતું. આભારવિધિ રાજકોટ શહેર ઉપાધ્‍યક્ષ અને કાર્યાલયમંત્રી હિતેષ ઢોલરીયાએ કરેલ હતી. તેમ યાદીમાં જણાવાયું છે. 

(2:59 PM IST)