તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th December 2025
પંચનાથ હોસ્પિટલમાં હવે સરકારી અને પ્રાઈવેટ વીમા કંપનીઓના મેડીક્લેઈમ ધારકો માટે કેશલેસ સુવિધા
દર્દીઓ તેમની ઈન્સ્યોરન્સ પોલીસી મુજબ કેશલેસ સારવાર મેળવી શકશેઃ દેવાંગ માંકડ

રાજકોટઃ પંચનાથ હોસ્પિટલ, રાજકોટ હવે GIPSA / PPN (Preferred Provider Network) સાથે પણ જોડાઈ ચૂકી છે.
GIPSA હેઠળની દેશમાં કાર્યરત મુખ્ય ભ્લ્શ્ ઇન્સ્યોરન્સ કંપનીઓઃ યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ, નેશનલ ઇન્સ્યોરન્સ, ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ, ધ ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ દ્વારા હોસ્પિટલમાં કેશલેસ સારવાર સુવિધા ઉપલબ્ધ છે.
હોસ્પિટલ હાલમાં અનેક જાણીતી વીમા અને TPA કંપનીઓ સાથે એમ્પેનલ (જોડાયેલ છે) છે, જેમ કે યુનાઈટેડ હેલ્થ કેર પારેખ ઈન્શ્યોરન્સ TPA પ્રા. લિ., મેડી અસિસ્ટ ઈન્શ્યોરન્સ TPA પ્રા.લિ., એમ.ડી. ઈન્ડિયા હેલ્થ ઈન્શ્યોરન્સ TPA પ્રા. લિ., પેરામાઉન્ટ હેલ્થ સર્વિસિસ એન્ડ ઈન્શ્યોરન્સ TPA પ્રા.લિ., ઈ-મેડિટેક ઈન્શ્યોરન્સ TPA લિ., હેરિટેજ હેલ્થ ઈન્શ્યોરન્સ TPA પ્રા. લિ., ફોકસ હેલ્થ ઈન્શ્યોરન્સ (TPA) પ્રા. લિ., ફેમિલી હેલ્થ પ્લાન ઈન્શ્યોરન્સ TPA લિ., રક્ષા હેલ્થ ઈન્શ્યોરન્સ TPA પ્રા.લિ., વિડાલ હેલ્થ ઈન્શ્યોરન્સ TPA પ્રા.લિ., અન્યુતા ઈન્શ્યોરન્સ TPA ઈન હેલ્થ કેર પ્રા.લિ., ઈસ્ટ વેસ્ટ અસિસ્ટ ઈન્શ્યોરન્સ TPA પ્રા.લિ., મેડસેવ હેલ્થ ઈન્શ્યોરન્સ TPA લિ., જેનેન્સ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ TPA લિ., અલંકિત ઈન્શ્યોરન્સ TPA લિ., હેલ્થ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ TPA સર્વિસિસ પ્રા. લિ., ગુડ હેલ્થ ઈન્શ્યોરન્સ TPA લિ., વિપુલ મેડકોર્પ ઈન્શ્યોરન્સ TPA પ્રા. લિ., પાર્ક મેડિકલેઇમ ઈન્શ્યોરન્સ TPA પ્રા. લિ., સેફવે ઈન્શ્યોરન્સ TPA પ્રા. લિ., અનમોલ મેડિકેર ઈન્શ્યોરન્સ TPA લિ., ગ્રાન્ડ ઈન્શ્યોરન્સ TPA પ્રા. લિ., રોથશીલ્ડ ઈન્શ્યોરન્સ TPA લિ., એરિક્સન ઈન્શ્યોરન્સ TPA પ્રા. લિ., હેલ્થ ઈન્શ્યોરન્સ TPA ઓફ ઈન્ડિયા લિ., વિઝન ઈ-મેડી સોલ્યુશન્સ ઈન્શ્યોરન્સ TPA પ્રા. લિ. સહિત અનેક અન્ય કંપનીઓ.
આ સુવિધાથી તમામ વીમાધારક દર્દીઓને વધુ સુવ્યવસ્થિત, પારદર્શક અને સરળ સારવારની સગવડ પ્રાપ્ત થશે.
પંચનાથ હોસ્પિટલમાં અતિ રાહતદરે સારવાર કરવામાં આવે છે. જેથી કરીને કેશલેસ સુવિધાવાળા દર્દીઓને પણ ભવિષ્યમાં વધારે પ્રીમિયમનો ભાર ન વધે.
જે લોકો મેડિકલ / કેશલેસ સુવિધાનો ઉપયોગ કરીને સારવાર અથવા ઓપરેશન કરાવા માંગતા હોય, તેઓ આગોતરા પંચનાથ હોસ્પિટલ ખાતે કેશલેસ સંબંધિત કામગીરી સંભાળતા શ્રીમતી સીમાબેનનો સંપર્ક કરી શકે છે. જરૂરી દસ્તાવેજો પૂર્ણ કર્યા બાદ ઇન્શ્યોરન્સ કંપની પાસેથી હોસ્પિટલ ખર્ચની આગોતરી મંજૂરી મેળવી નિદાન, સારવાર અથવા ઓપરેશન કરાવી શકાય છે.
જો ઇમરજન્સી સ્થિતિમાં દાખલ થવું પડે તો સામાન્ય રીતે ખર્ચની મંજૂરી મેળવવામાં ૬ કલાકથી લઈને ૧૨ કલાક જેટલો સમય લાગી શકે છે. તેમ છતાં, પંચનાથ હોસ્પિટલ મંજૂરીની રાહ જોયા વિના દર્દીની તાત્કાલિક જરૂરિયાત મુજબ ઇમરજન્સીમાં તરત સારવાર અને દવાઓ ઉપલબ્ધ કરાવે છે.
પંચનાથ હોસ્પિટલમાં જનરલ સર્જરી, ઓર્થોપેડિક સર્જરી જેમ કે હાડકાં, લિગામેન્ટ, સાંધા અને ટેન્ડન સંબંધિત સર્જરી, અકસ્માત સંબંધિત સર્જરી, ઘૂંટણ બદલવાની સર્જરી (ની રિપ્લેસમેન્ટ), ગાયનેક સર્જરી, ડેન્ટલ સર્જરી, આંખના ઓપરેશન, પેટ તથા આંતરડાની સર્જરી, પથરીની સર્જરી, કિડની તથા લીવર સંબંધિત સર્જરી, નાક-કાન-ગળા સંબંધિત સર્જરી, એપેન્ડિક્સની સર્જરી તેમજ ષીઓના રોગો સંબંધિત અન્ય તમામ પ્રકારની સર્જરી કરવામાં આવે છે.
પંચનાથ હોસ્પિટલમાં તાવ, સર્દી-ઉધરસ, ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઈફોઇડ, વિવિધ પ્રકારના ઇન્ફેક્શન, લકવો (પેરાલિસિસ), આંચકી (ફિટ્સ), દમ-શ્વાસના રોગો, ચેપજન્ય રોગો, સંધિવા, પેટમાં દુખાવો, નબળાઈ, માથાનો દુખાવો, પેટ ફૂલવું, હૃદયના ધબકારા ધીમા પડી જવા અથવા વધીને જવા, ડાયાબિટીસને લગતા રોગો, ફેફસાંમાં સોજો, સેલ્યુલાઇટિસ, DVT (ડીપ વેઇન થ્રોમ્બોસિસ), ફેફસાંમાં લોહીની ગાંઠ થવી (પલ્મોનરી એમ્બોલિઝમ), તમામ પ્રકારના કાન-નાક-ગળાના દર્દીઓ (ENT), ચક્કર આવવા (વર્ટિગો), ફેફસાંમાં અચાનક સોજો આવવો (પલ્મોનરી ઈડીમા), હારસ, મસા, હર્નિયા, ભગંદર વગેરે રોગોના દર્દીઓની સારવાર કરવામાં આવે છે.
વધુ માહિતી માટે સંપર્કઃ પંચનાથ હોસ્પિટલ, પંચનાથ મેઇન રોડ, રાજકોટ ખાતે સંપર્ક કરવા પ્રમુખ દેવાંગભાઈ માંકડ એ જણાવ્યું છે.
(3:02 PM IST)










