News of Tuesday, 16th December 2025
હેમુ ગઢવી હોલ પાસે મોબાઇલમાં આઇ.ડી.પર ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો સાગર પકડાયો
ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ આઇ.ડી. આપનાર જીલ ધડુકની શોધખોળ

રાજકોટ, તા., ૧૬ : ટાગોર રોડ પર હેમુ ગઢવી હોલ પાસે ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે દરોડો પાડી મોબાઇલ ફોનમાં આઇડી પર ક્રિકેટ મેચ સટ્ટો રમતા શખ્સને ઝડપી લીધો હતો. તેને આઇડી આપનારની શોધખોળ હાથ ધરી છે. મળતી વિગત મુજબ હેમુ ગઢવી હોલ પાસે એક શખ્સ મોબાઇલ ફોનમાં આઇડી પર ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ. દિપકભાઇ ડાંગર તથા કનકસિંહ સોલંકી સહીતના સ્ટાફે દરોડો પાડી ક્રિકેટ મેચ તથા કસીનો વગેરે ગેમ્સ પર જુગાર રમતા સાગર રમેશભાઇ વલેચા (ઉ.વ.ર૮) (રહે. ચંદ્રશેખર આઝાદ ટાઉનશીપ ફલેટ નં. ૪૦૩ રેલનગર)ને પકડી લીધો હતો. પોલીસની પુછપરછમાં સાગરને આઇડી આપનાર જીલ ધડુકનું નામ ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે
(3:19 PM IST)










