તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 16th December 2025
સિવિલનું જનઔષધી કેન્દ્ર ૫ દિ'થી બંધઃદર્દીઓને હાલાકી
કરોડના દવા કૌભાંડની તપાસ બાદ ગાંધીનગર આરોગ્ય વિભાગની મેડિકલ સ્ટોર સામે કાર્યવાહી

રાજકોટ, તા. ૧૬: સરકારી દવાઓ બારોબાર વેચવાના કૌભાંડ મામલે આરોગ્ય વિભાગે તપાસ કર્યા બાદ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત જન ઔષધી કેન્દ્રનો કોન્ટ્રાક્ટ રદ કરી તાળા મારી દેતા સંચાલકને કારણે ગરીબ દર્દીઓની સુવિધા છીનવાઈ ગઈ છે અને ગરીબ દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સિવિલ હોસ્પિટલમાં દવા ખરીદી કૌભાંડમાં આરોગ્ય વિભાગે તપાસ કરતા હોસ્પિટલમાં દવા ખરીદીમાં ગેરરીતિ થઇ હોવાનું સામે આવ્યા બાદ કૌભાડ મામલે સ્ટોર ઇન્ચાર્જ અને તબીબની બદલી કરવામાં આવી હતી.રાજ્યના આરોગ્ય કમિશનર ડો. હર્ષદ પટેલે રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન રૂ. ૨૦ કરોડની દવા બારોબારથી ખરીદવામાં આવી હોવાનો મુદ્દો આ બેઠકમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ અંગે તપાસનો આદેશ આપવામાં આવી છે. એક તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી અને દવા ખરીદીમાં નિયમોનું પાલન થયું છે કે નિયમોનો ભંગ થયો છે તેની તપાસ કરવામાં આવી હતી.
આ ઉપરાંત, દવાઓ વધુ કિંમતે તો નથી ખરીદવામાં આવી તે ચકાસવા માટે ઓડિટ પણ કરવામાં આવ્યું હતું. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દવા ખરીદી કૌભાંડમાં આરોગ્ય વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જન ઔષધી કેન્દ્ર સામે આરોગ્ય તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. અને જન ઔષધી કેન્દ્રનો કોન્ટ્રાક્ટ રદ કરી દેવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં દવા ખરીદીમાં ગેરરીતિ આચરનાર એક તબીબની બદલી કરવામાં આવી હતી. અને તપાસમાં જન ઔષધી કેન્દ્ર પણ શંકાના દાયરામાં હતું
(4:02 PM IST)










