<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

અમારા પ્રિમાઇસીસ ઉપરથી વાયરો હટાવોઃ કેબલ-બ્રોડબેન્‍ડ સહિતની એજન્‍સીઓને મનપાની સુચના

શહેરના ઓવર- અંડરબ્રીજ, પોલ, હોર્ડીગ સહિતના સ્‍થળોથી કેબલ દુર કરવા ૪ દિવસની મહેતલ

 રાજકોટ, તા.૧૬:  મહાનગર પાલિકાની પ્રિમાઈસીસ ઉપર લગાવેલા કેબલ નેટવર્કના વાયરો, બ્રોડબેન્‍ડ નેટવર્કના વાયરો, ટેલીવિઝનના વાયરો સહીત અન્‍ય કોઇપણ પ્રકારના વાયરો દિવસ-૪માં દુર કરવા જે-તે એજન્‍સીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુચના આપવામાં આવી છે. જો જે-તે એજન્‍સી દ્વારા દિવસ-૪માં જાતે દુર નહી કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારના તમામ વાયરો દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકાની પ્રિમાઈસીસ જેવી કે, શહેરમાં આવતા તમામ ઓવરબ્રિજ/અન્‍ડરબ્રિજ, પોલ, હોર્ડીગ્‍સ વિગેરે જેવી પ્રિમાઈસીસમાં જે-તે કેબલ નેટવર્ક એજન્‍સી, ટેલિવીઝન નેટવર્ક, બ્રોડબેન્‍ડ નેટવર્ક એજન્‍સીને દિવસ-૪માં આ પ્રકારના વાયરો દુર કરી લેવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુચના આપવામાં આવીે છે. જો જે-તે એજન્‍સી દ્વારા દિવસ-૪માં આ પ્રકારના વાયરો દુર કરવામાં નહી આવે તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ વાયરો દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેમ એન્‍ક્રોચમેન્‍ટ ઓફિસર અને એડી.સીટી એન્‍જી. (રોશની શાખા)એ જણાવેલ છે.

(4:06 PM IST)