News of Tuesday, 16th December 2025
ચીકીના વેપારીઓને ત્યાં ફુડ શાખા ત્રાટકી : ૮ નમુના લેવાયા
મનપા દ્વારા વિવિધ વિસ્તારોમાં ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં ચકાસણી : ૬ને લાઇસન્સ અંગે સૂચના

રાજકોટ, તા.૧૬: શિયાળાની ઋતુમાં લોકોનું સ્વાસ્થ્ય જાળવી રાખવા મનપાની ફુડ શાખા દ્વારા વિવિધ વિસ્તારોમાં ખાણી-પીણીના ધંધાર્થીઓનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતું.
મનપાની સત્તાવાર યાદી મુજબ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના પ્રેમ મંદિર તથા કિડની હોસ્પિટલની પાછળ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૧૯ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૦૬ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ તેમજ ખાધ્યચીજોના કુલ ૧૭ નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.
ચકાસણી કરેલ ધંધાર્થીઆોં ચામુંડા મેગી સેન્ટર, બાલાજી છોલે ભટુરે, સ્વાતિ મદ્રાસ કાફે, ક્રિષ્ના સ્નેક્સ, રાધે જ્યુસ સેન્ટર તથા દીલખુશ પાણીપુરીને- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.
ચીકી - કચરીયુંના ૮ નમુના લેવાયા
ફુડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ હેઠળ ડ્રાઇવ અંતર્ગત કુલ ૦૮ નમૂના લેવામાં આવેલ જેમાં ગોળ શીંગ ચીકી (લુઝ), શીંગ માવા ચીકી (લુઝ), રોઝ પેટલ- શીંગ ચીકી (લૂઝ) તથા દાળિયાની ચીકી (લુઝ): સંગમ વેરાઇટી, સદર બજાર મેઇન રોડ, સીંગની ચીકી (લુઝ) તથા તલનું કચરિયું (લુઝ) ઓમ સિઝન સ્ટોર, સદર બજાર મેઇન રોડ, સીંગની ચીકી (લુઝ) અને તલની ચીકી (લુઝ) ભાવના ફૂડ્સ, લાખાજીરાજ ઉદ્યોગનગર-૦૬, ચુનારાવાડ ચોક ખાતેથી નમુના લેવાતી કામગીરી કરવામાં આવી હતી.
(3:27 PM IST)










