<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

ધોળકીયા સ્‍કૂલ, મુંજકા પ્રાથમિક શાળામાં મહિલા પોલીસની ‘શી' ટીમના અવેરનેસ કાર્યક્રમો યોજાયા

એસીપી આર. એસ. બારીયા, પીઆઇ એસ. એન. રાઠોડની રાહબરીમાં કોકીલાબેન સોલંકી, હરેશભાઇ પટેલ સહિતની ટીમો દ્વારા કામગીરી

રાજકોટઃ શહેરના મોરબી રોડ પર આવેલી ધોળકીયા સ્‍કૂલમાં તેમજ મુંજકા ગામની પ્રાથમિક શાળા ખાતે શહેર પોલીસની શી ટીમ દ્વારા અવેરનેસ કાર્યક્રમો યોજાયા હતાં. જેમાં બાળકો-છાત્રા-છાત્રોને ગૂડ ટચ બેડ ટચ, ૧૮૧ મહિલા હેલ્‍પલાઇન, ટ્રાફિક અવેરનેસ, સેલ્‍ફ ડિફેન્‍સ, ૧૯૩૦ સાયબર ક્રાઇમ હેલ્‍પલાઇન, મહિલાઓને લગતા કાયદા, છેડતીના બનાવો બને ત્‍યારે ૧૧૨માં ફોન કરવા તેમજ શી ટીમની કામગીરી સહિતની વિગતોની સમજ અપાઇ હતી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી આર. એસ. બારીયાની સુચના અને પીઆઇ એસ. એન. રાઠોડની રાહબરીમાં શી ટીમના કોકીલાબેન સોલંકી, એએસઆઇ હરેશભાઇ પટેલ, ૧૮૧ કાઉન્‍સીલર બીનાબેન ગોહેલ સહિતે આ કામગીરી કરી હતી. શી ટીમે જણાવ્‍યું હતું કે મદદની જરૂર પડે ત્‍યારે ડરો નહિ, ડાયલ કરો-૧૧૨

(3:30 PM IST)