તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Tuesday, 16th December 2025
પુષ્કરધામ રોડ ક્રિષ્ના પાર્કમાં ૧૯ વર્ષના સુનિલ ચાવડાએ દવા પી લેતાં મોત
રેલનગરના ૩૫ વર્ષના નિલેષભાઇ ચાવડાએ માનસિક બિમારીથી કંટાળી ફિનાઇલ પી આપઘાત કર્યો

રાજકોટ તા. ૧૬: આત્મહત્યાના વધુ બે બનાવ બન્યા છે. જેમાં કાલાવડ રોડ ક્રિષ્ના પાર્કમાં રહેતાં ૧૯ વર્ષના યુવાને એસિડ પી લેતાં તેનું મોત થયું હતું. જ્યારે બીજા બનાવમાં રેલનગરમાં રહેતાં ૩૫ વર્ષના યુવાને ફિનાઇલ પી જીંદગી ટુંકાવી લીધી હતી.
જાણવા મળ્યા મુજબ કાલાવડ રોડ ક્રિષ્ના પાર્ક પુષ્કરધામ મેઇન રોડ પર રહેતાં સુનિલ કરણરાય ચાવડા (ઉ.વ.૧૯) નામના યુવાને ગઇકાલે રાતે પોણા બે વાગ્યા આસપાસ ઘરે હતો ત્યારે કોઇ કારણોસર દવા પી લેતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થતાં પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.
હોસ્પિટલ દ્વારા આ અંગેની જાણ કરવામાં આવતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના એએસઆઇ જીતુભાઇ બાળા અને મુકેશભાઇ ચરમટાએ જરૂરી કાર્યવાહી કરી હતી. કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે.
બીજા બનાવમાં રેલનગર શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશીપમાં રહેતાં નિલેષભાઇ વસંતભાઇ ચાવડા (ઉ.વ.૩૫) નામના યુવાને ગઇકાલે સાંજે ઘરે ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
આપઘાતના બનાવની જાણ હોસ્પિટલ ચોકીના ચિત્રકેતુસિંહ ઝાલાએ કરતાં પ્ર.નગરના એએસઆઇ કે. કે. ઝાલાએ જરૂરી કાર્યવાહી કરી હતી. માનસિક બિમારીને કારણે પગલુ ભર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું
(3:32 PM IST)










