તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 17th December 2025
સૌરાષ્ટ્ર-કચ્છના પાટનગર રાજકોટને હાઇકોર્ટ બેંચ મળવાની પ્રપોઝલ રાજય-કેન્દ્ર સરકારને મોકલાઇ
સૌરાષ્ટ્ર-કચ્છની અઢી કરોડની જનતાની ૪૩ વર્ષ જુની માંગણી સંતોષી ઘર આંગણે સસ્તો-સરળ-ઝડપી ન્યાય મળવાની માંગણી સંતોષવા રાજકોટ બાર એસો. દ્વારા રાજય-કેન્દ્ર સરકાર ઉપરાંત રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, કાનુનમંત્રી, ચીફ જસ્ટીસ સહીતનાઓને પ્રપોઝલ સ્વીકારવા રાજકોટ બાર એસો.ની રજુઆતઃ હાઇકોર્ટ બેંચ માટે ૪૩ સીનીયર વકીલોની કમીટી બનાવાઇ

રાજકોટ, તા., ૧૭ : સૌરાષ્ટ્ર-કચ્છના પાટનગર રાજકોટને હાઈકોર્ટ બેંચ મળે તે માટેની પ્રપોઝલ તૈયાર કરી કેન્દ્ર સરકારશ્રીમાં રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, કાયદામંત્રી, ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા, કાયદા વિભાગના સેક્રેટરી તેમજ રાજય સરકારશ્રીમાં ગર્વનર, મુખ્યમંત્રી, ગૃહમંત્રી, કાયદામંત્રી, ચીફ જસ્ટીસ ઓફ ગુજરાત હાઈકોર્ટ તથા કાયદા વિભાગના સેક્રેટરીને મોકલી રાજકોટ બાર એશોસીએશને રજુઆત કરેલ છે.
સૌરાષ્ટ્ર-કચ્છની અઢી કરોડ જનતાને સરળ, સસ્તો, ઝડપી ઘરઆંગણે ન્યાય મળે તેવા ઉમદા હેતુથી પ્રપોઝલ તૈયાર કરી વિધિવત રજુઆત રાજકોટ બાર એશોસીએશન દ્વારા કરવામાં આવી છે.
તાજેતરમાં રાજકોટ બાર એશોસીએશન માતૃ સંસ્થા દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ અને તાલુકાના પ્રમુખશ્રી તથા સેક્રેટરીશ્રી તથા રાજકોટ બારના સીનીયર ધારાશાસ્ત્રીઓની એક મીટીંગનું આયોજન આત્મિય યુનિવર્સીટી, કાલાવડ રોડ, રાજકોટ ખાતે કરવામાં આવેલ જેમાં રાજકોટને હાઈકોર્ટ બેંચ મળે તે માટેની પ્રપોઝલ તૈયાર કરવાનું અને કમિટી બનાવવાનું નકકી કરેલ જે અન્વયે રાજકોટ બાર એશોસીએશનના હોદેદારો દ્વારા રાજકોટના બારના સીનીયર એડવોકેટોના માર્ગદર્શન હેઠળ એક પ્રપોઝલ તમામ ફેકટ અને ફીગર સાથે તૈયાર કરેલ જે પ્રપોઝલ રાજકોટ બાર એશોસીએશન દ્વારા કેન્દ્ર સરકારશ્રીમાં રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, કાયદામંત્રી, ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા, કાયદા વિભાગના સેક્રેટરી તેમજ રાજય સરકારશ્રીમાં ગર્વનર, મુખ્યમંત્રી, ગૃહમંત્રી, કાયદામંત્રી, ચીફ જસ્ટીસ ઓફ ગુજરાત હાઈકોર્ટ તથા કાયદા વિભાગના સેક્રેટરીને રજુઆત કરેલ છે.
જેમાં ભારત દેશના વિવિધ રાજયોમાં કયા રાજયમાં કેટલી હાઈકોર્ટ બેંચ કાર્ય૨ત છે તે રાજયમાં કેટલા કેસોનું ભારણ છે તે રાજયની ભૌગોલિક પરિસ્થિતિ તેમજ કાર્યરત હાઈકોર્ટમાં જે તે રાજયમાં કેટલી વસ્તી આવેલ છે અને શા માટે રાજકોટ શહેરને સૌરાષ્ટ્ર-કચ્છની હાઈકોર્ટ બેંચની જરૃરિયાત છે તે કેસોના ભારણના કારણે તથા ભૌગોલિક પરિસ્થિતિના કારણે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છની અઢી કરોડ જનતાના હીતને ધ્યાને લઈને તેમજ રાજકોટ શહેરમાં તમામ ભૌગોલિક પરિસ્થિતિ સાનુકુળ હોય તે સંદર્ભે તમામ ફેકટ અને ફીગર સાથેની પ્રપોઝલ સ્ટેટ રીઓર્ગેનાઈઝેશન એકટ-૧૯૫૬ની કલમ ૫૧ હેઠળ તેમજ બોમ્બે રીઓર્ગેનાઈઝેશનની કલમ ૨૮ હેઠળ તૈયાર કરવામાં આવેલ અને અગાઉ ભારત દેશ સ્વતંત્ર થયેલ તે પહેલાં પણ રાજકોટમાં હાઈકોર્ટ બેંચ આવેલ હતી અને ગુજરાત રાજયની સ્થાપના થયેલ ત્યારે પણ રાજકોટમાં હાઈકોર્ટ બેંચ કાર્યરત હતી. પરંતુ ત્યારબાદ મુંબઈ રાજયમાંથી ગુજરાત રાજય અલગ પડેલ અને ત્યારે ગુજરાત રાજયની હાઈકોર્ટ બેંચ અમદાવાદમાં કાર્યરત થયેલ. આ સૌરાષ્ટ્ર કચ્છની હાઈ કોર્ટ બૈચ રાજકોટને મળે તે ૪૩ વર્ષની જુની માંગ પરિપૂર્ણ કરવા માટેના સનિષ્ઠ પ્રયાસ હાલની કાર્યરત રાજકોટ બાર એશોસીએશનની કમિટી દ્વારા કરવામાં આવેલ છે.
રાજકોટ બાર એશોસીએશન દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર–કચ્છના તમામ સંસદસભ્યશ્રી, ધારાસભ્યશ્રીઓને આ સંદર્ભે પત્ર પાઠવી તેમની સંમતિ મેળવવા તથા સૌરાષ્ટ્ર કચ્છની હાઈકોર્ટ બેચ રાજકોટને મળે તે અંગેની સરકારશ્રીમાં રજુઆત કરવા લેખિત પત્ર દ્વારા જાણ કરવામાં આવેલ છે.
સદરહુ પ્રપોઝલ તૈયાર કરવા માટે રાજકોટ બાર દ્વારા હાઈકોટ બેંચની કમિટીની જે નિમણુંક કરવામાં આવેલ તેમાં( ૧) શ્રી જી. કે. ભટ્ટ (ર) શ્રી હંમેનભાઈ ઉદાણી (૩) શ્રી મહર્ષિભાઈ પંડયા (૪) શ્રી આર.એમ.વારોતરીયા (પ) શ્રી એલ.જે. શાહી (૬) શ્રી ટી.બી. ગોંડલીયા (૭) શ્રી જયેશભાઈ દોશી (૮) શ્રી જી.આર.ઠાકર (૯) શ્રી બીપીનભાઈ મહેતા (૧૦) શ્રી જયદેવભાઈ શકલ (૧૧) શ્રી દિલીપભાઈ પટેલ (૧૨) શ્રી પિયુષભાઈ શાહ (૧૩) શ્રી આર.બી. ગોગીયા(૧૪) શ્રી જી. એલ. રામાણી (૧૫) શ્રી સંજયભાઈ વ્યાસ (૧૬) શ્રી રમેશભાઈ કથીરીયા (૧૭) સ્મીતાબેન અત્રી (૧૮) મહેશ્વરીબેન ચોહાણ (૧૯) શ્રી અશોકસિંહ વાઘેલા (૨૦) શ્રી તુષારભાઈ ગોકાણી (૨૧) શ્રી રાજેશભાઈ મહેતા (૨૨) શ્રી કે.ડી. શાહ (૨૩) શ્રી સુરેશભાઈ સાવલીયા (૨૪) શ્રી બિમલ જાની (૨૫) શ્રી હિતેષ દવે (૨૬) શ્રી બિપીન આર. કોટેચા (૨૭) શ્રી વિજયભાઈ તોગડીયા (૨૮) શ્રી જયંતભાઈ ગાંગાણી (૨૯) શ્રી માધવભાઈ દવે (૩૦) શ્રી ગોપાલભાઈ ત્રિવેદી (૩૧) શ્રી જે.એફ. રાણા નો સમાવેશ થાય છે.
રાજકોટને હાઈકોર્ટ બેંચ મળે તેવા સનિષ્ઠ પ્રયાસો ઉપરોકત સીનીયર ધારાશાસ્ત્રીઓને માર્ગદર્શન અને સાથ સહકારથી કરવામાં આવેલ તેમજ બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના કો-ચેરમેનશ્રી દિલીપભાઈ પટેલ, રાજકોટ બાર એશોસીએશન પ્રમુખ પરેશ મારૃ, ઉપ પ્રમુખ સુમિત વોરા, સેક્રેટરી સંદિપ વેકરીયા, જોઈન્ટ સેક્રેટરી જીતેન્દ્ર પારેખ, ટ્રેઝરર પંકજ દોંગા, લાઈબ્રેરી સેક્રેટરી કેતન મંડ, એકઝીક્યુટીવ મેમ્બર્સ રક્ષાબેન ઉપાધ્યાય, પ્રગતિબેન માંકડીયા, તુષાર દવે, નિકુંજ શુકલ, સંજય ડાંગર, પરેશ પાદરીયા, અશ્વિન રામાણી, કિશન રાજાણી, મુનીષ સોનપાલ, હિરેન ડોબરીયા અને કિશન વાલવા દ્વારા માંગણી કરવામાં આવેલ છે.
(1:12 PM IST)










