<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

સંગીત ખુરશીની સ્‍પર્ધા સાથે બાલ રમતગમત સ્‍પર્ધાનો પ્રારંભ

બોયઝમાં મોક્ષિત ગોહેલ પ્રથમ નંબરેઃ ગર્લ્‍સમાં નિયતી વાળા પ્રથમ નંબરે વિજેતા

રાજકોટઃ તા.૧૫ થી ૩૧ સુધી ૫ થી ૧૬ વર્ષ સુધીનાં બાળકો માટે શારીરિક તેમજ માનસીક વિકાસને વેગ મળે તે હેતુસર દર વર્ષની જેમ આ વર્ષે પણ બાલભવન ખાતે રમત-ગમત તથા સાંસ્‍કૃતિક સ્‍પર્ધાનું આયોજન કરી બાલમહોત્‍સવ ઉજવાઈ રહ્યો છે. પ્રારંભે એચકેજી થી ધો.૨ના બાળકો માટે સંગીત ખુરશી સ્‍પર્ધા યોજાઈ હતી. જેમાં બોયઝ અને ગર્લ્‍સ બન્‍નેમા પાંચ પાંચ વિજેતાઓ જાહેર કરવામાં આવ્‍યા હતા. સંગીત ખુરશી સ્‍પર્ધા બોયઝમાં મોક્ષિત ગોહેલ-પ્રથમ, ધરમ ભરડવા-દ્વિતિય, મીત સભાડ-તૃતિય, અવધ મરંઢ-ચતુર્થ તેમજ ગોપાલ ઝાપડા-પાંચમાં સ્‍થાને વિજેતા થયેલ જ્‍યારે ગર્લ્‍સમાં નિયતી વાળા-પ્રથમ, યશ્વી જોગ્રાણા-દ્વિતિય, ઈશ્‍વા ભેંસદળીયા-તૃતીય, ધ્‍યાની પરસાણા-ચતુર્થ અને ધન્‍વી પાટડીયા-પાંચમાં સ્‍થાને વિજેતા જાહેર થયા હોવાનું એક યાદીમાં જણાવાયું છે સેન્‍ટ ગાર્ગી સ્‍કૂલના સંચાલક  રમાબેન હેરભા, રેલ્‍વે ડિપાર્ટમેન્‍ટનાં સીટીઆઈ સી.બી.જાડેજા, ધર્મિષ્‍ઠાબા ઝાલા સાથેની શરૂઆત કરવામાં આવી. તેમજ ઉપસ્‍થિત મહેમાનો શિક્ષકગણોનાં વરદ હસ્‍તે  વિજેતા બાળકોને મેડલ, શિલ્‍ડ તથા સર્ટિફિકેટ અને ઈનામો આપવામાં આવેલ. બાલભવન રાજકોટનાં ટ્રસ્‍ટી ડો.અલ્‍પનાબેન ત્રિવેદી (હેલીબેન) એ દરેક બાળકોને શુભેચ્‍છા પાઠવી હતી. સંગીત ખુરશી સ્‍પર્ધા કાર્યક્રમનું સંચાલન ધર્મેન્‍દ્ર પંડયા દ્વારા કરવામાં આવ્‍યું હતું.

(2:08 PM IST)