<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

રાજકોટ બાર એસો.ની ચુંટણીમાં સિધ્‍ધરાજસિંહ જાડેજા પ્રબળ દાવેદાર

 

રાજકોટ તા.૧૭: રાજકોટ બાર એસો.ની ચુંટણીમાં ભાજપ લીગલ સેલ ‘સમરસ પેનલ'ના ઉપપ્રમુખ પદના ઉમેદવાર શ્રી સિધ્‍ધરાજસિંહ કે. જાડેજા પ્રબળ દાવેદાર મનાય છે.

આગામી તા.૧૯/૧૨/૨૦૨૫ ને શુક્રવારનાં રોજ યોજાનાર ‘‘રાજકોટ બાર એસોસીએશન'' ની ચુંટણીમાં લીગલ સેલ પ્રેરીત ‘‘સમરસ પેનલ'' માંથી ઉપપ્રમુખ પદે સિધ્‍ધરાજસિંહ કેશુભા જાડેજાએ ઉમેદવારી નોંધાવેલ છે.

રાજકોટ ડીસ્‍ટ્રીકટ કોર્ટમાં ૧૯૯૫/૯૬ થી રાજકોટ ખ્‍યાતનામ ધારાશાષાી સ્‍વ. શ્રી પ્રાણલાલ એમ. મહેતા સાથે વકીલાતની શરૂઆત કરેલ હતી અને સને-૨૦૧૦ થી પોતાની અલગ પ્રેકટીસની શરૂઆત કરેલ છે. શ્રી સિધ્‍ધરાજસિંહ કે. જાડેજા ફોજદારી, દીવાની, રેવન્‍યુ અને કલેઈમ કેસોની પ્રેકટીસ કરે છે.

શ્રી સિધ્‍ધરાજસિંહ કે. જાડેજા અત્‍યાર સુધીમાં ‘‘કારોબારી સભ્‍ય'' થી લઈ વિવિધ-હોદ્દાઓ ઉપર આઠ વખત ચુંટાઈ આવેલા છે. આમ, અનૂભવી અને લો પ્રોફાઈલ વ્‍યકિત છે. શ્રી સિધ્‍ધરાજસિંહ કે. જાડેજા ‘‘કોર્ટ પ્રિમાઈસીસ'' માં ૧૧ થી ૬ હાજર રહી સતત સૂમેળભર્યા વાતાવરણમાં કામ કરતા આવ્‍યા છે. ‘‘બાપુ'' નાં હુલામણા નામથી ઓળખાતા સિધ્‍ધરાજસિંહ જાડેજા ‘‘અજાતશત્રુ'' જેવું વ્‍યકિતત્‍વ ધરાવે છે અને ૧૦૮ ની છાપ ધરાવે છે.

વકીલશ્રીઓના પ્રશ્નોને વાચા આપી નિષ્ઠાપૂર્વક, ઈમાનદારીથી કામગીરી કરતા આવેલ છે. ભૂતકાળમાં બાર એસોસીએશન દ્વારા આયોજીત તમામ ‘‘લીગલ સેમીનાર'' માં પ્રસંશનીય કામગીરી કરેલ છે. શ્રી સિધ્‍ધરાજસિંહ કે. જાડેજાને તમામ બાર એસોસીએશનમાંથી સીનીયર-જુનીયર વકીલશ્રીઓનો ખૂબજ સારો એવો પ્રતિસાદ અને સાથ સહકાર મળી રહેલ છે. શ્રી સિધ્‍ધરાજસિંહ કે. જાડેજા અને તેની પેનલનાં તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી ચુંટી કાઢી વિજયી બનાવવા વિનંતી કરેલ છે.

(2:13 PM IST)