<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

આત્‍મન પ્રિ-સ્‍કૂલનો શુભારંભ

 

રાજકોટઃ ક્રિસ્‍ટલ મોલ પાછળ જ્‍યોતિનગર મેઇન રોડ, શિલ્‍પન બંગ્‍લોઝની સામે, મલુમંગલનો સોસાયટીમાં આત્‍મન પ્રિ-સ્‍કુલ ભવ્‍ય શુભારંભ પરમ પૂજ્‍ય અપૂર્વમુનિ સ્‍વામીજી (બાપ્‍સ સ્‍વામિનારાયણ મંદિર રાજકોટ)ના વરદ હસ્‍તે રીબીન કટ કરવામાં આવી. સંતો દ્વારા પૂજા વિધિ કરવામાં આવી હતી. પૂ.અપૂર્વમુનિ સ્‍વામીએ આર્શીવચનમાં બાળકોમાં શિક્ષણમાં માનવીય મૂલ્‍યો પ્રસ્‍થાપિત કરવાનું કાર્ય, બાળકના પ્રારંભિક શિક્ષણ એટલે કે પ્‍લેહાઉસ, નર્ર્સરી, એલકેજી, એચકેજી જેવા શિક્ષણથી જ થાય તો જ જ બાળકને આપણે પ્રેમ, આત્‍મીયતાથી હર્યા-ભર્યા અને ભેદભાવ વગરના સમાજની સંકલ્‍પના સાકાર કરી શકીએ તેમ જણાવો.રાજકોટ પヘમિના ધારાસભ્‍ય શ્રીમતિ ડો. દર્શિતાબેન શાહ, ચેરમેન હરિવંદના કોલેજ ડો. મહેશભાઇ ચોૈહાણ, અગ્રણી બિલ્‍ડર શ્‍યામલ ગ્રુપ પરેશ ગોહેલ , સંચાલક  પુષ્‍પદીપસિંહ જાડેજા, ઇસ્‍માઇલ લોખંડવાલા દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે અરવિંદભાઇ મકવાણા (રીટા.PSI) વિમલ કગથરા (આચાર્ય મોદી સ્‍કુલ), રિશાંત શિશાંગિયા (CRC), મૂળરાજ સિંહ જાડેજા, શબ્‍બીરભાઇ લોખંડવાલા (એડવોકેટ), કૃપા ચોહાણ (પ્રમુખ આલાપ સેન્‍ચુરી) પ્રદીપસિંહ સરવૈયા, શક્‍તિસિંહ પરમાર, ઇન્‍દ્રજીતસિંહ ઝાલા, ગોૈતમ સવાણી, શિવરાજ સિંહઝાલા, કેતન જસાણી, રમેશભાઇ દવે, જયભાઇ ગુર્જર હાજર રહ્યા હતાં. કાર્યક્રમને સફળ  બનાવવાં નીલ વિસપરા, દેવ્‍યાનીબા જાડેજા, સકીના લોખંડવાલા, રિદ્ધિ વિસપરા, રુદ્રરાજસિંહ જાડેજા, પરિધિબા, જાનવીબેન એ જહેમત ઉઠાવ્‍યાનું આત્‍મન પ્રી. સ્‍કૂલના પ્રિન્‍સી.નીયાદીમાં જણાવાયું છે. (મો. ૯૭૧૪૪ ૧૪૪૬૬)

(2:15 PM IST)