<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

ગોડલ રોડ ચોકડીએ માતૃકૃપા ટ્રાવેલ્‍સના કર્મચારીને છરીના ઘા મારી દેવાની ધમકી

અગાઉ ટ્રાવેલ્‍સ ઓફિસમાં નોકરી કરતાં રાજ ગોસ્‍વામીના ભાઇ રવિએ કારણ વગર ગાળો ભાંડી ડખ્‍ખો કર્યોની આજીડેમ પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા.૧૭: ગોંડલ રોડ પર ટ્રાવેલ્‍સની ઓફિસમાં કામ કરતાં યુવાનને આ ઓફિસના પુર્વ કર્મચારીના ભાઇએ કારણ વગર ગાળો દઇ તારી સાથે લપ કરવાની છે, તને શેની હવા છે કહી છરીના ઘા મારી પતાવી દેવાની ધમકી અપાતાં ફરિયાદ થઇ છે. આ બનાવમાં આજીડેમ પોલીસે ગોંડલ  રોડ પર ઓમ પ્રીયદર્શીની સોસાયટીમાં રહેતાં ખંતીલ મહેશભાઇ ગોહેલ-લુહાર (ઉ.વ.૨૩)ની ફરિયાદ પરથી રવિ ગોસ્‍વામી વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

ખંતીલએ જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને ગોંડલ ચોકડીએ આવેલ માતૃકૃપા ટ્રાવેલ્‍સની ઓફિસમાં ચાર વર્ષની નોકરી કરુ છું. ગત ૨૧/૧૦/૨૫ના રોજ હું નોકરીના સ્‍થળે હતો ત્‍યારે સાંજે સાડા છએક વાગ્‍યે ઓફિસથી આગળ ચામુંડા પાન પાસે મુસાફરોને અમારી માતૃકૃપા ટ્રાવેલ્‍સની બસમાં બેસાડતો હતો તે વખતે અગાઉ અમારી ઓફિસમાં નોકરી કરતો રાજ ગોસ્‍વામીનો ભાઇ રવિ ગોસ્‍વામી આવ્‍યો હતો અને-તને કોની હવા છે? તારી સાથે લપ કરવાની થાય છે તેમ કહી મને ગાળો દેવા માંડયો હતો.

મેં તેને ગાળો બોલવાની ના પાડતાં મારી ઓફિસમાં નોકરી કરતાં ઇન્‍દ્રજીતસિંહ જાડેજા, કૃષ્‍ણસિંહ ચુડાસમા, વિશ્વજીતસિંહ સરવૈયા સહિતના આવી જતાં રવિ ગોસ્‍વામી ત્‍યાંથી જતો રહ્યો હતો અને જતાં જતાં પણ ‘તને છરીના ઘોદા મારી પતાવી દેવો છે' તેવી ધમકી આપતો ગયો હતો. કારણ વગર મારી સાથે ઝઘડો કરી ગાળો દઇ ધમકી આપી હતી. મારા માતાની માનસિક બિમારીની સારાવર ચાલુ હોઇ જેથી હું ફરિયાદ કરવા આવી શક્‍યો નહોતો. આથી મોડેથી ફરિયાદ કરી હતી. તેમ ખંતીલએ જણાવતાં આજીડેમ પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. એસ. ડી. બારોટે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

(2:28 PM IST)