<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

૬૮ હજારનો વિદેશી દારૂ ભરી રિક્ષા લઇ નીકળેલો રોહિત બાબરીયા ઝડપાયો

રિક્ષાના ફેરા કરતો શખ્‍સ પૈસા કમાવવા દારૂની હેરફેરના રવાડે ચડયો : ઢેબર રોડ રાજકમલ ફાટક પાસે પીસીબી પીઆઇ ગોંડલીયા, પીઆઇ હુણ, પીએસઆઇ ત્રાજીયાની ટીમે શ્રીનાથજી સોસાયટીના શખ્‍સને પકડી લીધો : હેડકોન્‍સ. કરણભાઇ મારૂ, કોન્‍સ. યુવરાજસિંહ રાણાની બાતમી

રાજકોટ તા. ૧૭: વધુ એક વખત પીસીબીની ટીમે દારૂની હેરાફેરી પકડી પાડી છે. ઢેબર રોડ રાજકમલ ફાટક પાસેથી રિક્ષામાં દારૂનો જથ્‍થો ભરીને નીકળેલા શખ્‍સને પકડી લેવાયો હતો. આ રિક્ષામાંથી  ૬૮ હજારનો વિદેશી દારૂ મળતાંતે તથા રિક્ષા, મોબાઇલ મળી કુલ ૨,૭૮,૦૬૦નો મુદ્દામાલ કબ્‍જે કરાયો હતો.

જાણવા મળ્‍યા મુજબ પીસીબીની ટીમ  દારૂ જૂગારના કેસ શોધવા પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. કરણભાઇ મારૂ અને કોન્‍સ. યુવરાજસિંહ રાણાને બાતમી મળતાં રાજકમલ ફાટક પાસે વોચ રાખી જીજે૧૧યુયુ-૨૨૪૩ નંબરની બજાજ મેક્‍સી રિક્ષા આંતરી લેવાઇ હતી. તેમાં તપાસ કરતાં અંદરથી ૧૮૦ એમએલના ઓકસ્‍મીથ બ્‍લેન્‍ડેડ વ્‍હીસ્‍કીની ૩૩૬ બોટલો રૂા. ૩૩૬૦૦ની તેમજ બ્‍લેક ડોગ સ્‍કોચ વ્‍હીસ્‍કીની ૧૮૦ એમએલની ૪૮ બોટલો રૂા. ૩૪૫૬૦ની મળી આવી હતી.

પોલીસે રિક્ષાચાલકની પુછતાછ કરતાં પોતાનું નામ રોહિત રાજેશભાઇ બાબરીયા (ઉ.વ.૨૫-રહે. મવડી પ્‍લોટ શ્રીનાથજી સોસાયટી-૩) જણાવ્‍યું હતું. તેની પાસેથી ૬૮૧૬૦નો ૩૮૪ બોટલ દારૂ, રિક્ષા, ફોન સહિતનો મુદ્દામાાલ કબ્‍જે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ.આર. ગોડલીયા, પીઆઇ એમ. જે. હુણ, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, એએસઆઇ સંતોષભાઇ મોરી, મયુરભાઇ પાલરીયા, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્‍યામસિંહ ચોૈહાણ, હેડકોન્‍સ. કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂ, વિરેન્‍દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, રાહુલગીરી ગોસ્‍વામી, કોન્‍સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કલોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી અને હિરેન્‍દ્રસિંહ પરમારે આ કામગીરી કરી હતી. 

(2:30 PM IST)