<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

બાર એસો.ની ચુંટણીમાં આરબીએ પેનલને જીતાડવા પાટીદાર સમાજના વકીલોનો હુંકાર

સુમિત વોરાના પ્રમુખપદવાળી પેનલને જીતાડવા પાટીદાર સંમેલનમાં દ્રઢ સંકલ્‍પઃ છેલ્લા દિવસોમાં બાર એસો.ની ચુંટણીમાં બાર કાઉન્‍સીલના દિલીપભાઇ પટેલ અને ભાજપ લીગલ સેલ વચ્‍ચે પ્રતિષ્‍ઠાભર્યો ચૂંટણી જંગઃ સંમેલનમાં ૭૦૦ વધુ વકીલોની હાજરી

રાજકોટ, તા. ૧૭: બાર એસોસિએશનની આગામી તારીખ ૧૯ ડિસેમ્‍બરને શુક્રવારના રોજ યોજાનાર ચૂંટણીમાં ભાજપ લીગલ સેલ -ેરિત સમરસ પેનલ અને બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન દિલીપ પટેલ અને બાર એસોસિએશનના પ્રમુખ પરેશ મારું ના નેજા હેઠળ આરબીએ પેનલ વચ્‍ચે પ્રતિષ્ઠા ભરી ચૂંટણીજંગ જામ્‍યો છે. મવડી વિસ્‍તારમાં આવેલ સરદાર પટેલ કોમ્‍યુનિટી હોલ ખાતે એડવોકેટ દિલીપ પટેલની આગેવાનીમા  શહેરના પાટીદાર વકીલોનું RBA પેનલના સમર્થનમાં ૭૦૦થી વધુ વકીલ ભાઈ-બહેનોનું   સંમેલન યોજાઈ ગયું છે. જેમાં  પ્રમુખ સુમીત વોરા, ઉપપ્રમુખ બીમલ જાની, સેક્રેટરી નિલેશ પટેલ, જોઈન્‍ટ સેક્રેટરી જયેન્‍દ્ર ગોંડલીયા, ટ્રેઝર૨ પ્રગતિ માંકડીયા, લાયબ્રેરી સેક્રેટરી કેતન મંડ સહિત ઉમેદવારોને વિજય બનાવવા અપીલ કરવામાં આવી છે. પાટીદારોની મીટીંગમાં પ્રમુખ પરેશ મારૂએ ગયા વર્ષમાં કરેલ કાર્યો અને ઐતિહાસીક સેમીનાર અંગેની ચર્ચાઓ કરી હતી. રેવેન્‍યુ બારના પ્રમુખ રમેશભાઈ કથિરીયાએ  ધર્મયુધ્‍ધ હોય તમામ પાટીદારો એક થઈને પેનલ ટુ પેનલ મતદાન કરાવાનો અનુરોધ કરેલ હતો. પાટીદાર સીનીયર ધારાશાષાી એન.વી. પટેલ તથા મૌલીક ફળદુએ RBA પેનલને હંમેશા પાટીદાર એડવોકેટેએ સ્‍વિકારેલી છે.  પેનલના તમામ ઉમેદવારોના સમર્થમાં મતદાન કરવા અનુરોધ કરેલ હતો. બાર કાઉન્‍સીલના દીલીપ પટેલે પેનલ ટુ પેનલ મતદાન કરવા ભાર મુકેલ હતો અને એક પણ ઉમેદવાર હારશે તો આપણી હાર જ ગણાશે. પાટીદારોની એકતાના દર્શન  મહાસંમેલનમાં થયેલા છે અને શુક્રવારે મતદાન કરવા માટે ભાર મુકેલ હતો. આ ઉપરાંત મહિલા ધારાશાષાી રશ્‍મી સાવલીયા, અનિલ ગજેરા,  સુરેશ સાવલીયા અને આર.આર. પટેલે પ્રવચનમાં જણાવેલ હતુ કે, સરદાર વલ્લભભાઈ પટેલને અન્‍યાય કરવામાં આવ્‍યો તે ઈતિહાસ રાજકોટ બા૨માં પણ દોરવાયો છે દીલીપભાઈ પટેલ રાજકોટ બારમાં ઉભરતા હોય ત્‍યારે તેમના પગ ખેંચવાની પ્રવળતી ઘણા વર્ષોથી કરવામાં આવી રહી છે.

આ સંમેલનમાં રમેશ ભંડેરી, વિરલ પટેલ, શંભુભાઈ બારસિયા, કિરીટ ચોવટીયા, રવિ દોગા, કિશન સખીયા, ધવલ સુદાણી, રીધમ ઝાલાવડીયા, નૈમીષ પટેલ, સી.એમ.પટેલ, સી.જી. રામાણી, હરેશ ત્રાડા, ધનરાજ સાવલીયા, હરેશ સોરઠીયા, સી.જે.પટેલ, પીયુશ સખીયા, રાકેશ કોઠીયા, ધર્મેશ સખીયા, નરેશ પરસાણા, અજય પીપળીયા, સમીર પટેલ, પ્રશાંત પટેલ, વિજય પાંભર, ધનશ્‍યામ અકબરી, ભાવેશ સીધ્‍ધપરા, વીમલ વેકરીયા, ધવલ મેઘાણી, લલીત સંખાવરા, રીતેશ ટોપીયા, સત્‍યમ ચાંગેલા, અશોક ત્રાંબડીયા, રમેશ આધ્રોજા, અનીલ પાટડીયા, હિમાંશુ ગઢીયા, સતિષ મુંગરા, રોહિત મુંગરા, રોહિત લીંબાસીયાએ ખંભેખભા મીલાવી અને મતદાન કરવાની હાકલ કરેલ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વીવેક લીંબાસીયા, જે.સી. પરસાણા, જયેશ પારખીયા, હિમાંશુ ગઢીયાએ કરેલ હતુ. એડવોકેટ પંકજ દોગા, ધર્મેશ સખીયા, જે.સી. પરસાણા, નરેશ પરસાણા, નૈમીષ પટેલ, મનુભાઈ પટેલ, જે.કે.ત્રાડા, દીપા ભંડેરી, સંજય ભંડેરી, અજય પીપળીયાએ વ્‍યવસ્‍થાનું આયોજન કરેલ હતુ.

(2:50 PM IST)