<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

જસદણ - શાપર વેરાવળમાં રૂરલ એસસઓજીએ ગોગો સ્‍મોકીંગ કોન અને રોલીંગ પેપરના જથ્‍થો ઝડપી લીધો

જસદણના શાહનવાઝ ઉર્ફે સોનું તથા શાપર વેરાવળના કરૂણાકર બહેરા સામે જાહેરનામા ભંગની કાર્યવાહી

રાજકોટ,  તા.૧૭:  જસદણ અને શાપર વેરાવળમાં રૂરલ એસઓજીએ દરોડા પાડી પ્રતિબંધિત ગોગો સ્‍મોકગિં કોન તથા રોલીંગ પેપરનો જથ્‍થો પકડી પાડી બે દુકાન દારોની  ધરપકડ કરી હતી.

પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર એ આ નશીલા પદાર્થો તથા નશો કરવામાં ઉપયોગમાં લેવામાં આવતી ચીજ વસ્‍તુઓ/સામગ્રીઓ જેવી કે, રોલીંગ પેપર, ગોગો સ્‍મોકીંગ કોન, પરફેક્‍ટ રોલ જેવી વસ્‍તુઓનોનુ વેચાણ કરતા દુકાનદારો,પાનના ગલ્લાઓને ચેકીંગ હાથ ધારી કાર્યવાહી કરવા સુચના સુચના આપતા  એસ.ઓ.જી શાખાના પોલીસ ઇન્‍સપેક્‍ટર  એફ.એ.પારગી  એ એસ.ઓ.જી શાખાના પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી જીલ્લા ભરમાં આવા પાનના ગલ્લા કે દુકાનદારોને ચેક કરવાની કામગીરી હાથ ધરી હતી. અને એસ.ઓ.જીની ટીમ જસદણ નવા બસસ્‍ટેન્‍ડ આગળ ક્રિષ્‍ના કોમ્‍પલેક્ષમાં ‘‘ બ્‍લુ સ્‍ટાર'' પાનના ગલ્લે ચેક કરતા ઇસમ શાહનવાજ ઉર્ફે સાનુ સ/ઓ હારૂનભાઇ આકબાણી રહે, જસદણ છત્રી બજાર તા-જસદણ જી-રાજકોટ વાળાના પાનના ગલ્લેથી રોલીંગ પેપર, ગોગો સ્‍મોકીંગ કોન વેચાણ અર્થે રાખી કુલ મુદ્દામાલ કિંમત રૂપીયા-૨,૦૬૫/- ના જથ્‍થા સાથે મળી આવતા તેમજ શાપર વેરાવળમાં પટેલ વિહાર રેસ્‍ટોરન્‍ટની બાજુમાં આવેલ રાધે ડિલકસ પાનના ગલે  ચેક કરતા પ્રતિબંધીત ગોગો સ્‍મોકીંગ કોન તથા રોલીંગ પેપરનો જથ્‍થો કિંમત રૂા.૭૫૫ મળી આવતા દુકાનદાર કરૂણાકર અમૂલ્‍યકુમાર બહેરા રહે. શાપર ભકિતધામ સોસાયટી શેરી નં.૩/સામે   ગળહ વિભાગ ગાંધીનગરના જાહેરનામાંના ભંગ સબબ ગુન્‍હો દાખલ કરી ધરપકડ કરાઇ હતી. 

  આ કાર્યવાહી રૂરલ એસ.ઓ.જી શાખાના  પો.સબ.ઇન્‍સ કે.એમ.ચાવડા  પી.બી.મિશ્રા જ્‍જા એ.એસ.આઇ વિપુલભાઇ ગુજરાતી પો.હેડ.કોન્‍સ શિવરાજભાઇ ખાચર  વિજયભાઇ વેગડ પ્રહલાદસિંહ રાઠોડ  ચંદુભાઇ પલાળીયા, નૈમિષભાઇ મહેતા તથા અનિરૂધ્‍ધસિંહ જાડેજી રામદેવસિંહ ઝાલા  પો.કોન્‍સ વિજયગીરી ગૌસ્‍વામી  ચીરાગભાઇ કોઠીવાર,  હિંમતસિંહ પાલ વિપુલભાઇ ગોહીલ  નવદીપભાઇ બાબરીયા  નિર્મળસિંહ ચુડાસમા દ્રારા કરવામાં આવેલ છે.

(2:53 PM IST)