તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th December 2025
રાજકોટના આંગણે રચાયો સુવર્ણ ઇતિહાસઃ ડો. કુમાર વિશ્વાસની જલકથામાં સ્થાપિત થયો વર્લ્ડ રેકોર્ડ
જળ સંરક્ષણ માટેના વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક મેળાવડા તરીકે પાંચ વૈશ્વિક રેકોર્ડ એજન્સીઓએ એનાયત કર્યા પ્રમાણપત્રો

રાજકોટઃ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત ડો. કુમાર વિશ્વાસની જલકથા અપને અપને શ્યામ ડી ને વિશ્વની પ્રતિષ્ઠિત રેકોર્ડ એજન્સીઓ દ્વારા સત્તાવાર રીતે વિશ્વની પ્રથમ અને સૌથી મોટી વૈશ્વિક જલકથા જાહેર કરવામાં આવી હતી.
જલકથા દરમિયાન જ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ સહિતની સંસ્થાઓના અધિકારીઓ દ્વારા ગીરગંગા પરિવાર ટ્રસ્ટને આ સિદ્ધિ બદલ વર્લ્ડ રેકોર્ડના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. જળ સંરક્ષણ અને પર્યાવરણ જાગૃતિના આ સંદેશને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ, એશિયા સ્પેસિફિક બુક ઓફ રેકોર્ડ્સ, અને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ જેવી કુલ ૭ થી વધુ આંતરરાષ્ટ્રીય રેકોર્ડ એજન્સીઓએ જળ સંરક્ષણ માટેનો સૌથી મોટો આધ્યાત્મિક-સાંસ્કૃતિક મેળાવડો તરીકે માન્યતા આપી હતી.
ઇન્ટરનેશનલ ઇવેન્ટ એસોસિએશનના પ્રતિનિધિઓ અને વિવિધ રેકોર્ડ એજન્સીઓના નિરીક્ષકોએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ, માપદંડોની ખરાઈ કર્યા બાદ મય પરથી કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી શ્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયાને ગોલ્ડન સર્ટિફિકેસ અર્પણ કર્યા હતા. આ સમયે સમગ્ર ગ્રાઉન્ડ જલ શ્રીકૃષ્ણના હર્ષનાદથી ગુંજી ઉઠયું હતું
(2:56 PM IST)










