<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

તપેશ્‍વર મહાદેવ મંદિરે રાત્રે શ્રૃંગાર આરતી

રાજકોટઃ શહેરના ૮૦ ફૂટ રોડ પર આવેલા સુપ્રસિધ્‍ધ તપેશ્‍વર મહાદેવ મંદિર ખાતે આજે ૧૭ને બુધવાર રાત્રે ૧૦ કલાકે ભગવાન ભોળાનાથની ભવ્‍ય શ્રુંગાર આરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્‍યું છે.

નવા થોરાળા વિસ્‍તારમાં શેરી નં-૧૫, મચ્‍છુમાંની ડેરી પાસે સ્‍થિત આ મંદિરે. તપેશ્‍વર મહાદેવ ગ્રુપના યુવાનો દ્વારા દર મહિને ભગવાન શિવના વિવિધ અને અલૌકિક આકર્ષક સ્‍વરૂપોના દર્શન કરવવામાં આવે છે. નિજ મંદિરે વિશેષ શણગાર કરવામાં આવશે.

આયોજનમાં તપેશ્‍વર મહાદેવ ગ્રુપના યશ દેશાણી, ચેતન રવિભાણ, મોહિત ગોંડલીયા, ઉદય દેશાણી, શુભમ જાડેજા, મયંક રાવલ અને ચિત્રાંગ સિતાપરા જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) 

(3:21 PM IST)