તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th December 2025
વીરડા પરિવારના આંગણે શ્રદ્ધાંજલિ સાથે ભક્તિનો મહોત્સવ
શુક્રવારે કુંવરબેન દેવદાનભાઈ વીરડાની પુણ્યતિથિ નિમિત્તે પિરાણા ધામ ગૌશાળાના લાભાર્થે લોકડાયરો, મહાપ્રસાદનું આયોજનઃ ધર્મપ્રેમીજનોને આમંત્રણ

રાજકોટઃ વીરડા પરિવારના આંગણે સ્વર્ગસ્થ કુંવરબેન દેવદાનભાઈ વીરડાની પુણ્યતિથિ નિમિત્તે તા. ૧૯ શુક્રવારે વીરડા પરિવારના નિવાસસ્થાન જય રાધા માધવ રોડલાઇન્સ, બેકબોન રેસીડનસી ની બાજુમાં, મહાદેવ પાર્ક, જામનગર રોડ, માધાપર, રાજકોટ ખાતે પિરાણા ધામ ગૌશાળાના પવિત્ર લાભાર્થે વિશેષ ધાર્મિક-સાંસ્કૃતિક આયોજન યોજાશે.
કાર્યક્રમની શરૂઆત સાંજે ૭ વાગ્યે મહાપ્રસાદથી થશે, જેમાં સર્વ સમાજના ભક્તજનોને ભાવપૂર્વક આમંત્રિત કરવામાં આવ્યા છે. ત્યારબાદ રાત્રે ૯ વાગ્યે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતની લોકસાંસ્કૃતિક ધરોહર ઉજાગર થશે.
આ લોકડાયરામાં લોકપ્રિય કલાકારો અનુપસિહ વાઘેલા, મીરાબેન આહીર, હરદેવભાઈ આહીર, પાર્થદાન ગઢવી તથા પ્રીત રાજગોર પોતાની લોકવાણી, ભજન, ડાયરા અને સંસ્કારસભર પ્રસ્તુતિઓથી શ્રોતાઓને ભાવવિભોર કરશે.
આ પ્રસંગે પિરાણા ધામના મહંત પ્રભાતકાકા, માતૃશ્રી રામબાઈ માંની જગ્યા, વવાણિયાના મહંત શ્રી પ્રભુદાસ બાપુ, તેમજ શક્તિધામ, ગરણીના આઈશ્રી વાલબાઈમાં આશીર્વચન આપશે.
જય રાધા માધવ રોડલાઇન્સના વજુભાઈ દેવદાનભાઈ વીરડા, અરવિદભાઈ વજુભાઈ વીરડા, રમેશભાઈ વજુભાઈ વીરડા, સંજયભાઈ વજુભાઈ વીરડા જવાબદારી સંભાળી રહ્યા છે.
તસ્વીરમાં વિરડા અલ્પેશભાઇ, વિરડા નિલેશભાઇ, વિરડા ઇન્દ્રજીતભાઇ, ભાર્ગવ ડાંગર, વિરડા શૈલેષભાઇ, વિરડા સંજયભાઇ મો. ૭૨૦૨૮ ૦૧૧૧૧, રાજનભાઇ ઠકકર નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:26 PM IST)










