<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

વહાલુડીના વિવાહના સ્‍વપ્‍નદ્રષ્‍ટા

 

રાજકોટ : ‘‘દિકરાનું ઘર'' વૃદ્ધાશ્રમના સ્‍થાપક અને વહાલુડીના વિવાહના સ્‍વપ્‍નદ્રષ્‍ટા મુકેશ દોશી વહાલુડીના વિવાહ અંગે જણાવે છે કે ર૦૧૮ માં સુરત ખાતે પી.પી. સવાણી ગૃપના સંચાલક મહેશભાઇ સવાણી દ્વારા પ્રતિ વર્ષ યોજાતા ભવ્‍ય લગ્નોત્‍સવમાં જવાનું થયું અને ત્‍યાંથી  આ વિવાહના વિચારનું બીજ રોપાયું. જેમાં મારા સેવાના સાથી મિત્રો કિરીટભાઇ આદ્રોજા, અનુપમભાઇ દોશી, સુનીલભાઇ વોરા, નલીનભાઇ તન્ના સહિતના અનેક મિત્રોએ ટેકો આપ્‍યો. આનંદ અને સુખદ લાગણી સાથે જણાવતા આનંદ થાય છે કે આજે આઠ વર્ષમાં ૧૮૯ મા-બાપ વગરની અથવા બાપ વગરની દિકરીઓના પિતા તેમજ મોટાભાઇ બનવાનું સદ્દભાગ્‍ય પ્રાપ્ત થયું અને તેમના આશીર્વાદના અધિકારી બનવાનું અહોભાગ્‍ય પ્રાપ્ત થયું અને ત્‍યારથી આવી દિકરીઓના જીવનપર્યત સંબંધોનું વાવેતર થયું. અમો સૌ ખુબ નસીબદાર છીએ ઇશ્વર દ્વારા અમારી પાસે આ કાર્ય કરાવવામાં આવે છે અને આમ પણ શાષાોમાં એવું કહેવાયું છે કે એક અશ્વમેઘ યજ્ઞમાં મળતું પુણ્‍ય કરતા અનેકગણું પુણ્‍ય એક અનાથ દિકરીના જીવનમાં ખુશી લવવાથી મળે છે

(3:35 PM IST)